Abtak Media Google News

સૌરાષ્ટ્રભરના રોગિષ્ઠ  દર્દીઓને સારવાર આપી રાજકોટ સિવિલ હોસ્પિટલે પોતાની ધૂણી ધખાવી અનેક દર્દીઓને સાજા કરી બેઠા કર્યા છે.ત્યારે સિવિલ હોસ્પીટલના આંખ વિભાગે  અનેકને સારવાર આપી અંધને દેખતા કર્યા ઉદાહરણ છે. આખા વર્ષમાં 60 હજારથી વધુ આંખની ઓપીડી કેસોની સારવાર સાથે સિવિલ હોસ્પિટલ ગુજરાતભરમાં  પ્રથમ ક્રમે આવે છે.સિવિલ હોસ્પિટલએ 1500 થી વધુ શાળાઓ સાથે મળી 20 લાખ વિદ્યાર્થીઓનું આંખનું સ્ક્રીનીંગ કરી 20 હજાર વિદ્યાર્થીને ચશ્મા આપવાનું કાર્ય કર્યું છે.અહી આંખના મોતિયા, ઝામર, પાપડનું ઑપરેશન ત્રાસી આંખ અને આંખ બદલવા સુધીની સુવિધા ઉપલ્બધ છે.અહીંની હોસ્પિટલમાં 260 થી વધુ આંખના દાન આવ્યા છે જેમાંથી 30 વ્યક્તિઓને 36 વ્યક્તિઓને  આંખનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

Advertisement

આંખની તમામ સમસ્યાનો ઉકેલ સારવાર સંતોષનો સિવિલ આઇ વોર્ડની જશરેખા ખુબ લાંધી

અહી વર્ષમાં 3600 થી વધુ આંખની ઇમરજન્સીના કેસ નોંધાયા હતા જેમાંથી 100 કેસ માત્ર દિવાળીના પર્વમાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલમાં કરવામાં  આંખના સિટી સ્કેન,આંખના પડદાનું નિદાન ,આંખની એન્જ્યોગ્રાફિ સહિતની સુવધા પૂરી પાડી આંખના દર્દીઓ માટે સરાહનીય કામગીરી કરી રહી છે.

The Eye Department Of The Civil Hospital Of The Capital Of Saurashtra Is Number One In Gujarat.
The eye department of the civil hospital of the capital of Saurashtra is number one in Gujarat.

અહીંની હોસ્પિટલમાં 310 જેટલી આંખમાં કીકી બદલાવમાં આવી છે જ્યારે 237 થી વધુ ઝામરના ઑપરેશન કરવામાં આવ્યા છે.181 વધુ ડાયાબિટીસના દર્દીઓને પડદાની સારવાર અપાઇ છે .

સીવીલ હોસ્પિટલ રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શિવાનંદ ટ્રસ્ટ,રણછોડ દાસ ટ્રસ્ટ સહિતના ટ્રસ્ટને  આર્થિક સહાય કરી આંખના દર્દીઓને અંધત્વ દૂર કરવાનું  બીડું ઝડપી લઇ સહાયરૂપ થવાનું કાર્ય કરે છે.59 થી વધુ ફાટી ગયેલી આંખોની ઈમરજન્સી નોંધી સિવિલ હોસ્પિટલે તે દર્દીઓને સાજા કર્યા છે..

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટુડન્ટ એકચેન્જ પોગ્રમ અંતર્ગત કેલિફોર્નિયાના 11 જેટલા વિદ્યાર્થીએ  મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં થતી આંખના વિભાગની સર્વે સર્વી સુવિધાઓના ભરપેટ વખાણ કર્યા હતા.આ હોસ્પિટલે આ વર્ષે 600 થી વધુ આંખના એન્જીઑગ્રાફિ ઑપરેશન કર્યા છે.

સિવિલ હોસ્પિટલમાં આર.ઓ.પી નિષ્ણાતની ખામી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરઓપી એટલે કે નવજાત શિશુને આંખના પડદાની સારવાર માટે નિષ્ણાત ઉપલ્બધ ન હોવાથી  નવજાત બાળકો ને  અમદાવાદ રીફર કરવા પડતાં હોય છે.રાજકોટ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગની સરાહનીય કામગીરી વચ્ચે એક મોઢા પરના ખીલના ડાઘ સમાન આરઓપી નિષ્ણાતની ખામી સર્જાઈ છે.આ સુવિધા ક્યારે ઉપલ્બધ થશે તેની માહિતી લેવા અબતક મીડિયા જ્યારે સીવીલ સુપરિટેન્ડેન્ટ આર.એસ ત્રિવેદી ની મુલાકાત લીધી ત્યારે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલ એક લાખથી વધુ મોતિયાના ઑપરેશન કરવામાં સફળ કામગીરી કરી છે અને ગુજરાતમાં સૌથી વધુ આંખના દાન અને આંખની ઓપીડી સારવારમાં પ્રથમ ક્રમે છે. વાત છે જ્યારે આરઓપી નિષ્ણાતની તેના માટે એમઓયુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને રાજકોટનાં આંખના દર્દીને અમદાવાદ રિફર ન થવું પડે તેની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજકોટ સિવિલ કટિબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.