Abtak Media Google News

ચીનમાં ફેલાયેલ નવા વાયરસને ધ્યાને લઇ કલેકટર તંત્રએ તકેદારીના ભાગરૂપે કવાયત હાથ ધરી છે. જેમાં રાજકોટની સિવિલમાં ભેદી વાયરસ સામે કેટલી વ્યવસ્થા છે. તે મામલે સિટી પ્રાંત કે.જી.ચૌધરીએ ચેકીંગ હાથ ધર્યું હતું.

ચીનમાં બાળકો ભેદી વાઇરસની ઝપટે ચડી રહ્યાં છે. ત્યારે ભારતમાં પણ આ ભેદી વાઇરસ પગ પેસારો કરે તેવી દહેશતને પગલે કેન્દ્ર સરકારના આદેશથી તમામ જિલ્લા કલેકટરોને તૈયારીઓ કરી લેવા આદેશ આપવામાં આવ્યા છે જેના પગલે રાજકોટ કલેકટર દ્વારા જિલ્લાની સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ઉપર ઓક્સિજન મોકડ્રીલ કરવાં આદેશઆપ્યો છે. આ સાથે જ દવાઓ સહિતનો સ્ટોક રાખવા સૂચનાઓ આપી છે.

પીડીયાટ્રિક અને ટીવીએ વિભાગમાં અંદાજે 150 જેટલા બેડ સજ્જ : ઑક્સિજન અને દવાઓની પણ પૂરતી વ્યવસ્થા

Surya Namaskar Competition Will Be Held Tomorrow In All Wards By Rajkot Corporation
Surya Namaskar competition will be held tomorrow in all wards by Rajkot Corporation

ચીનમાં ફરી એક નવા વાઇરસે ચિંતા જગાવી છે. જે નાના બાળકોના શ્વસન તંત્રને ભારે અસર પહોંચાડી રહ્યો છે. કોરોના મહામારીની ઉત્પતિ ચીનમાં થયા બાદ સમગ્ર વિશ્વને ઝપટમાં લઈ લીધું હતું. જેના કારણે અસંખ્ય લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યા હતાં અને ત્રણ વર્ષ સુધી લોકડાઉન સહિતની કડક અમલવારી કરવામાં આવી હતી. કોરોના વાઇરસ અત્યારે નાબૂદ થઈ ગયો છે ત્યારે ચીનમાં ફરી એક નવા વાઇરસે ચિંતા જગાવી છે. ચીનમાં નાના બાળકોમાં ભેદી તાવના કારણે બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. આ ભેદી વાઇરસની સારવાર પણ હજુ કારગત નિવડી નથી. ત્યારે આ વાઇરસ ભારતમાં પણ પગપેસારો કરે તેવી દહેશત હોય કેન્દ્રના આરોગ્ય મંત્રીના આદેશથી તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ આપ્યું હતું.

જેને પગલે જિલ્લા કલેકટરે તા.18 અને 20ના રોજ તમામ પ્રાંત અધિકારીઓને પોતાના વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થાઓ છે કે નહીં તે તપાસવા માટે આદેશો આપ્યા હતા. પરિણામે આજે સિટી-1 પ્રાંત કે.જી.ચૌધરીએ સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ પૂર્વ મામલતદાર ચાવડા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.

સિવિલ હોસ્પિટલના જણાવ્યા મુજબ પીડીયાટ્રિક અને ટીવીએ વિભાગમાં અંદાજે 150 જેટલા બેડ સજ્જ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓકિસજન અને દવાઓની પુરતી વ્યવસ્થા છે.  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચીનના ભેદી વાઇરસને લઇને અઠવાડિયા પહેલાં મોકડ્રિલ પણ કરવામાં હતી. હાલ બાળકો સહિતમાં તાવ, શરદી ઉધરસ અને ન્યૂમોનિયાના કેસ આવી રહ્યા છે. હાલ બાળકો સહિતનાં દરરોજના 60 દર્દી સામે આવી રહ્યાં છે એટલે કે એક માસમાં 1,800 દર્દી માત્ર સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.