Abtak Media Google News

દશનામ ગૌસ્વામી ક્રિએટીવ ગ્રુપને ૧૮ વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન

દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ-રાજકોટ દ્વારા આવતીકાલે રવિવારના રોજ બપોરે ૧:૦૦ કલાકથી રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નકહી ન કહી કોઈ હૈ – પરીવાર પરિચય મિલન-૨૦૧૮’નું આયોજન કરાયું છે જેની વિસ્તૃત વિગત આપવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સમગ્ર ભારતમાં વસતા દશનામ ગૌસ્વામી સમાજનાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલા યુવક/યુવતીઓને પોતાને અભ્યાસના સમકક્ષ યોગ્ય જીવનસાથીને પસંદ કરવાના પ્રયાસોને પાછલા ૧૮ વર્ષોથી પરીપૂર્ણ કરતા મહાયજ્ઞ સમાન નમ્ર પ્રયાસ એટલે કહીં ન કહી કોઈ હૈ પરીવાર પરિચય મિલન, પોતાની સ્થાપનાનાં ૧૮ વર્ષ પૂર્ણ કરનાર શ્રી દશનામ ગૌસ્વામી ક્રિએટીવ ગ્રુપ દ્વારા પાછલા ૧૮ વર્ષોથી સફળતાપૂર્વક આયોજીત થતો આ કાર્યક્રમ સમગ્ર ભારત તથા વિદેશોમાં વસતા દશનામ ગૌસ્વામી સમાજનાં ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરેલા યુવાનો તથા યુવતીઓમાં ખાસ્સો લોકપ્રિય છે અને દેશ તથા વિદેશોમાંથી પોતાના અભ્યાસ સમકક્ષ જીવનસાથીની પસંદગી કરવા માટે દશનામ ગૌસ્વામી યુવક/યુવતીએ પુરા ઉમળકાથી આ કાર્યક્રમમાં સહભાગી થાય છે.

હરેશભારથીજી અમદાવાદને દશનામ શિરોમણી સન્માનથી સન્માનિત કરવામાં આવશે તથા ગુજરાત સરકારનાં ગુજરાતી ચલચિત્રોના આ વર્ષનાં ૧૦-૧૦ એવોર્ડ વિજેતા ફિલ્મ નપ્રેમજી-રાઈઝ ઓફ એ વોરીયર ગુજરાતી અર્બન મુવિના પ્રતિભાશાળી દિગ્દર્શક વીજગીરીબાવાને દશનામ પ્રતિભા સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

જેઓના દિગ્દર્શકપદે બનેલી શોર્ટ ફિલ્મ મહોતુ ને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુકયો છે. દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ નિલેશપુરી એન.ગોસ્વામીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ પ્રેસીડેન્ટ ગીરીશપુરી, ક્ધવીનર કલ્પનાબેન, લેડીઝ કલબ પ્રેસિડેન્ટ શિલ્પાબેન, સેક્રેટરી અમુલગીરીજી તથા મહેશપુરી, રાજનગીરી, દેવાંગગીરી, કલ્પેશગીરી, સાગરગીરી તથા મહિલા પાંખના સરોજબેન, ગીતાબેન, પલ્લવીબેન તેજલબેન, શ્રદ્ધાબેન ઉર્વશીબેન દીપ્તીબેન, પ્રજ્ઞાબેન, પ્રિતીબેન, સપનાબેન વગેરેની ટીમ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.