Abtak Media Google News

સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા પાડે તે પહેલા સુરેન્દ્રનગર તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું

કલેક્ટરના આદેશથી સાયલા થાન ચોટીલા પંથક માં ખનીજ વિભાગના દરોડા

ફલાઈંગ સ્વોડ અને ગાંધીનગરની 4 સ્પેશિયલ ટિમો પણ દરોડા માં બોલાવવામાં આવી

27 ટ્રેક્ટરો 47 ચરખીઓ તેમજ ખનીજનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી ચોટીલા સાયલા પંથકના ભૂગર્ભ જમીનમાંથી ખનીજ મળી આવે છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરી અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે

ત્યારે આ જ મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના આદેશથી તેમજ ઉચ્ચતર કક્ષાના અધિકારીઓની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન મુળી ચોટીલા સાયલા પંથકમાં ખનીજ ચોરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને 3.50 કરોડ રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લઇ અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર ના આદેશ અને માર્ગદર્શન અન્વયે આજરોજ ફલાઈંગ સ્કોવેડ, ગાંધીનગર ની 4 ટીમો તેમજ જિલ્લા પોલીસની ટીમો , એસડીમશ્રી, મામલતદારશ્રી તથા રેવન્યુ, ભૂસ્તરશાસ્ત્રી ની ટીમ, ાલદભહ , ફોરેસ્ટ, પંચાયત તથા આરટીઓની સંયુક્ત કામગીરી હેથળ ચોટીલા અને સાયલા તાલુકાના થાનગઢ, રૂપાવટી, જામવાડી, સોનગઢ, કહાનવડી, ચોરવિરા, વાગડીયા , દેવપરા વગેરે ગામોમાં કારબોસેલ ખનિજ નાં બિનઅધિકૃત ખનન બાબતે આકસ્મિક તપાસની હાથ ધરતા 27 ટ્રેકટર ડીઝલ કંપ્રેશર સાથે , 5 લોડર, 1 જેસીબી, 47 ચરકી મશીનો તથા ડીઝલ પંપ અને 4 ડીઝલ પંપ ,3 ટી.સી. પકડવામાં આવેલ. આમ, કુલ મળીને અંદાજિત 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે.

ખનીજ માફીયાઓ ભૂગર્ભ માં ઉતરી ગયા છે.ત્યારે આ મામલે હજુ કાર્યવાહી ચાલુ હોવાનું તંત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે ઇતિહાસમાં સૌથી મોટી રેડ ખનીજ ચોરી ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે પરંતુ અલગ અલગ 30 જેટલી ટીમો બનાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા બાદ ખનીજ માફીઆઓ ખનીજ ચોરી દરમિયાન ગુમ થઈ ગયા હતા તે છતાં પણ કાર્બોસેલ કપચી તથા અન્ય મુદ્દા માલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને ટીમો દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાલે જો ખનીજ ચોરી પર તંત્રએ દરોડા ન પાડ્યા હોત તો આજ સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડી દેત

આમ તો રવિવારના દિવસે કોઈ કર્મચારીઓ ઓફિસ કામ માટે હાજર નથી હોતા પરંતુ કાલે જે થાન મૂડી ચોટીલા સાયલા પંથકમાં ખનીજ ચોરી ઉપર જે દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ ફોરેસ્ટ પંચાયત આરટીઓ ફ્લાઈંગ સવોર્ડ ખાણ ખનીજ વિભાગ પોલીસ તંત્ર સહિત અલગ અલગ 30 જેટલી ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે પરંતુ આ કામગીરી રવિવારે કરવામાં આવી છે જોકે આ રેડ દરમિયાન એક પણ ખનીજ માફીઓ ઝડપાયો નથી તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.

ત્યારે જો તંત્ર દ્વારા રવિવારના દિવસે આ ખનીજ ચોરી અટકાવી ન હોત તો આજે સ્ટેટ મોનેટરીંગ સેલ ખનીજ ચોરી ઉપર દરોડા પાડી દેત અને જે તંત્ર દ્વારા ખનીજ ચોરી ઝડપી છે તેના કરતાં પણ ડબલ ખનીજ ચોરી સ્ટેટ મોનેટરીંગ સેલ ની ટીમ આ પંથક માંથી ઝડપી લેત. છેલ્લા કેટલાક દિવસોથી સ્ટેટ મોનેટરીંગ સેલના અધિકારીઓ આ ખનીજ ચોરી ઉપર સતત વોચ રાખતા હતા અને દરોડા અંગે તમામ પ્રકારનો પ્લાન કરતા હતા પરંતુ આ તંત્રને ગંધ આવી જતા અંતે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે અને રવિવારના દિવસે કામગીરી ચાલુ રાખી અને મોટી રેડ પાડવામાં આવી છે.

સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હોત તો અનેક અધિકારીઓની ખનીજ ચોરીમાં સંડવણી નીકળે તેને ઘર ભેગા થાત

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ પીજીવીસીએલ વિભાગ જિલ્લા પ્રશાસન વિભાગ પોલીસ વિભાગ તેમજ અલગ અલગ ટીમો દ્વારા જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે છેલ્લા અનેક સમયથી સ્ટેટ મોનેટરીંગ સેલની આંખમાં આ ચોરી ખટકી રહી હતી આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ પ્લાન કરી રહ્યું હતુ પરંતુ આ મામલે તંત્રને ગંધ આવી જતા રવિવારના દિવસે કામગીરી ચાલુ રાખી અધિકારીઓને કામે લગાવી અને જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી બંધ કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે

પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલ જો દરોડા પાડ્યા હોત તો અનેક અધિકારીઓ અને અનેક નેતાઓ અનેક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ તેમજ ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ અથવા પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ કે જેમની ખનીજ ચોરો સાથે સાંઢગાટ છે તે તમામ પ્રકારની સાઠગાઢ ખુલ્લી પડી જાત અને અનેક અધિકારીઓના નામો સામે આવે અને ઘરભેગા પણ થઈ જાય પરંતુ આવું ન બને તે મામલે રવિવારના દિવસે રજા ન દિવસે તંત્રએ ખનીજ ચોરી તાત્કાલિક બંધ કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.