Abtak Media Google News

નિર્ભયા કેસમાં ફાંસીથી બચવા દોષિત પવન હવે શું કરશે? મંડાયેલી મીટ

દોષિતો ફાંસીના માંચડાથી બચવા ‘જીવન’ લંબાવવા પ્રયત્નો કરી ચૂકયા છે

નિર્ભયા બળાત્કાર, હત્યા કેસમાં ચાર દોષિત પૈકીના પવનના ફાંસીના માંચડાથી બચવાનો છેલ્લા ઉપાય તરીકે કોઈ અપીલ ન કરે તો દોષિતોને ત્રીજીયે ફાંસી થશે. દોષિતોને ફાંસીએ લટકાવવા માટે દિલ્હી કોર્ટે ૩ માર્ચના રોજ સવારે ૬ કલાકે ફાંસી આપવાનું ડેથ વોરંટ જારી કર્યું છે.

નિર્ભયા કેસના ચાર આરોપી પૈકી હવે પવન એક જ એવો આરોપી છે જે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે કે કયુરેશન પીટીશન દાખલ કરી શકે છે. દિલ્હી હાઈકોર્ટે પવનને દયાની અરજી કરવા કે કયુરેટીવ પીટીશન કરવા ૧૧ ફેબ્રુઆરીની મુદત આપી હતી. દોષિત ઠર્યાના ૩૩ માસમાં પવને કયુરેટીવ અપીલ કે દયાની અરજી કરી નથી.

દોષિતોને ફાંસીને માંચડે ચડાવવા માટે કોર્ટ દ્વારા અગાઉ બે વખત ડેથવોરંટ કાઢવામાં આવ્યા હતા. અને સોમવારે ત્રીજી વખત ડેથ વોરંટ કાઢવામાં આવ્યું છે. નિર્ભયા કેસના દોષિત મુકેશ, પવન, અક્ષય અને વિનયને ૩ માર્ચના સવારે ૬ કલાકે ફાંસીના માંચડે ચડાવવા માટે દિલ્હી કોર્ટ વોરંટ જારી કર્યું છે.

પવનના વકીલે સોમવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતુ કે દોષિત પવન સુપ્રીમ કોર્ટમાં કયુરેટીવ પીટીશન અને રાષ્ટ્રપતિને દયાની અરજી કરવા ઈચ્છે છે.

Admin Ajax 1

દરમિયાન અક્ષયના વકીલ એ.પી. સિંઘે કોર્ટને જણાવ્યું હતુ કે અમે રાષ્ટ્રપતિ સમક્ષ બીજી વખત દયાની અરજી કરવા ઈચ્છીએ છીએ કારણ કે અગાઉની અરજીમાં રાષ્ટ્રપતિ સમક્ષ પૂર્ણ વિગતો અપાઈ નહોતી. અન્ય દોષિત મુકેશે વકીલ વૃંદા ગ્રોવરને પોતાના વકીલ તરીકે રાખવા અનિચ્છા વ્યકત કરતા વકીલ કાજીને રાખવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે દોષિતોને ફાંસીને માંચડે ચડાવવા માટે લીલીઝંડી આપવા અને આ માટે નીચેની અદાલતમાં જવા ક્હેતા મા-બાપ અને દિલ્હી સરકારે દિલ્હી કોર્ટમાં જઈ દોષિતોને તાકીદે ફાંસીયે લટકાવવા માટે સોમવારે અરજી કરી હતી અને દલીલો બાદ કોર્ટે ત્રીજીએ ફાંસીયે લટકાવવા આદેશ કર્યો હતો.

અગાઉ દોષિત વિનયે ફાંસીના માચડાથી બચવા તિહાર જેલમાં ઉપવાસ શરુ કર્યા હતા અને બાદમાં ખોરાક લેવાનું શરુ કર્યુ હતું અને આ તકે જેલના સત્તાવાળાઓને વિનયની જરુરી સાર સંભાળ લેવાનો પણ અદાલતે આદેશ કર્યો હતો. માનસિક બિમારીનું કારણ રજુ કરવામાં આવ્યું હતું. પણ તે સુપ્રીમ કોર્ટે તબીબોના અભિપ્રાયના આધારે તેનું વજુદ ન હોવાનું અને દોષિત માનસિક રીતે યોગ્ય અને સ્થિર હોવાનું જણાવી આ દલીલને ફગાવી દીધી હતી.

અત્રેએ યાદ આપીએ કે અગાઉ દોષિકોએ ફાંસીના માચડેથી દુર રહેવા અને સમય લંબાવવા સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી હતી અને રાષ્ટ્રપતિ સમક્ષ પણ દયાની અરજી કરી પોતાને નવજીવન આપવા યાચના કરીહ તી. પણ અલગ અલગ સમયે તેમાં કોઇને ફાંસીના માંચડેથી બચવા માટે સફળતા મળી ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.