Abtak Media Google News

સિંધુ બોર્ડર પર બે જુથ વચ્ચે બબાલ થતા પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી

દિલ્હીની સિંઘુ બોર્ડર પર જોરદાર ઘર્ષણ ચાલું થયું હતું. અહીં પર ખેડૂત પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પ્રદર્શનકારીઓની વચ્ચે પથ્થરમારો થયો છે. સાથે જ બંને જૂથોની વચ્ચે ઘર્ષણ થયું હતું. બબાલની વચ્ચે રહેલી પોલીસે પણ પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આજે સવારે જ દિલ્હીની સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો ખેડૂત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ પ્રદર્શન કરવા આવ્યા હતા. અહીં તિરંગે કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાનના નારા લાગ્યા અને તરત હાઇવે ખાલી કરવાની માંગ કરી છે. ખેડૂત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ એકા એક સ્થાનિક લોકોએ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. બંન્ને ટોળા વચ્ચે ચાલી રહેલા પથ્થરમારા અને સંઘર્ષ વચ્ચે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. અને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયત્ન જારી રાખ્યા હતા. જો કે આ બબાલની વચ્ચે અનેક લોકો ઘાયલ થયા છે અને પોલીસ કર્મચારીઓને પણ ઇજા થઈ હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારના સવારે જ દિલ્હી સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં લોકો ખેડૂત પ્રદર્શનકારીઓની વિરુદ્ધ પ્રદર્શન કરવા આવ્યા હતા. ગુરૂવારના સ્થાનિક લોકોએ સિંઘુ બોર્ડર પર ધરણાની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતુ. આ લોકોએ ખુદને હિંદુ સેનાના ગણાવ્યા હતા અને કહ્યું હતુ કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન થયું છે એ સહન નહીં કરવામાં આવે. અંતે પોલીસે એકા એક શરૂ થઈ ગયેલા ઘર્ષણને રોકવા માટે લાઠીચાર્જ  કર્યો હતો. સિંઘુ બોર્ડર પર પોલીસે બંને ટોળા વચ્ચે થઈ રહેલા ઘર્ષણને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અહીં તલવાર અને અન્ય હથિયારો તેમજ પથ્થરોથી હુમલો થયો છે. સિંઘુ બોર્ડર પર ગુસ્સે ભરાયેલા ગ્રામીણોની ભીડને નિયંત્રિત કરવામાં પોલીસ લાગી છે અને લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે ગ્રામીણોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ માન્યા નહીં. પોલીસે ગ્રામીણો પર જોરદાર લાઠીચાર્જ કરાયો હતો. આ લખાય છે ત્યારે પણ પરિસ્થિતિ સ્ફોટક હોવાનું જાણવા મળી રહ્યું છે અને વધુ વિગતો મેળવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.