Abtak Media Google News

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનની આગળની ફિલ્મ ‘રાબ્તા’ની પહેલી ઝલક રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મનું જિનેશ વિજાન નિર્દેશન કરી રહ્યા છે.

Advertisement

‘આ ફિલ્મ જૂનમાં રિલીઝ થશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મની શરૂઆતની સાથે સુશાંત અને કૃતિ સેનનવી વચ્ચે અફેરની કિસ્સા પણ શરૂ થઇ ગયા છે. જો કે બંનેએ દરેક મીડિયાની સામે પોકાના સંબંધને નકાર્યા છે. પરંતુ હાલના દિવસોમાં તેઓ કંઇકને કંઇક એવું કરી રહ્યા છે જેનાથી એમના અફેરના કિસ્સાને વધારે મજબૂત બનાવતા નજરે પડે છે. તાજેતરમાં જ સમાચાર પ્રાપ્ત થયા હતા કે સુશાંતએ દોઢ કરોડની ગાડી ખરીદી અને આ કારમાં સુશાંત સૌથી પહેલી પોતાની કથિત ગર્લફ્રેન્ડને જ લોંગ ડ્રાઇવ પર લઇને નિકળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.