Abtak Media Google News

ઇતિહાસમાં ૨૮ સપ્ટેમ્બરના દિવસે અમેરિકાની કોલંબીયા બ્રોડકાસ્ટીંગ સિસ્ટમ કં૫નીએ વિશ્ર્વનું સૌથી પહેલુ રંગીન ટેલીવીઝન વર્ષ ૧૯૫૧ની ૨૮મી સપ્ટેમ્બરે માર્કેટમાં મુક્યુ હતું. આ ટેકનોલોજીના માત્ર ૨૦૦ ટીવી માર્કેટમાં આવ્યા હતા જેનાથી માત્ર ૧૦૦ જ વેચાયા હતા.

– વિમાનમાં પૃથ્વીનું ચક્કર

અમેરિકાના ચાર વિમાનો સિયેટલ : શિકાગો બોસ્ટન અને ન્યુ એલિયન્સે વર્ષ ૧૯૨૪ની ૨૮ સપ્ટેમ્બરે વિમાનમાં પહેલીવાર સમગ્ર વિશ્ર્વનું ચક્કર પુરુ કર્યુ હતું. આ ચારેય વિમાનો સૌથી એપ્રિલે કેલિફોર્નિયાથી ઉડ્યા હતા.

– એન્ટીબાયોટીકની શોધ

સ્કોટીશ વિજ્ઞાની એલેક્ઝાન્ડરે વર્ષ ૧૯૨૮ની ૨૮ સપ્ટેમ્બરે વિશ્ર્વની પહેલી એન્ટી બાયોટીક દવા પોનિસિલિનની શોધ કરી હતી. ઇન્ફોક્શન સહિતના અનેક રોગોનો ભોગ બનતા કરોડો લોકો માટે આ સંશોધન આશિર્વાદ રુપ બન્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.