Abtak Media Google News

જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત 19મી અને તાજેતરની 20મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે 1913માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

Tagore_London
Tagore_London

1879માં ટાગોર, જ્યારે તેઓ ઇંગ્લેંડમાં અભ્યાસ કરતા હતા

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.16 વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો (“સુર્ય સિંહ”)ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો 1877માં લખ્યા.

220Px Rabindranath Tagore Hampstead England 1912
Rabindranath_Tagore

ટાગોર, જોહ્ન રોથેનસ્ટેઇન દ્વારા ઇંગ્લેડમાં લેવાયેલ ફોટો

 

પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

Ravindra Nath
ravindra nath

મહાત્મા ગાંધી અને તેમના પત્ની કસ્તુરબાને 1940માં શાંતિનિકેતનમાં આવકારતા ટાગોર(ડાયસ પર જમણી બાજુ)

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા.

 

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરીયલના ટાગોર મેમોરીયલ ખંડ(અમદાવાદ, ભારત)માં ટાગોરની પ્રતિમા

જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

આ પ્રસગે ગુજરાત રાજ્યના ઓફિસિયલ સી.એમ.ઓ તરફ થી પણ સ્મરણાંજલિ મુકાય હતી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.