Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા રાજકોટના પાંચ શખ્સો ઝડપાયા: જામનગરના જાબુંડામાં જુગાર રમતા ૧૪ શખ્સોની ધરપકડ.

રાજકોટ રેન્જ આઇજીપીના સ્કવોડે સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં દારૂ અને જુગાર અંગે દરોડા પાડી માલવણ ચોકડી પાસે અનમોલ હોટલના પાર્કીંગમાં રેઢુ મળી આવેલા ટેન્કરમાંથી રૂ.૨૭.૩૬ લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડયો હતો. જ્યારે સાયલા નજીક આવેલા હરણીયા ગામે ઘોડીપાસાનો જુગાર રમતા રાજકોટના પાંચ શખ્સો અને જામનગરના જાબુંડા ગામે જુગાર રમતા ૧૪ શખ્સોની ધરપકડ કરી છે.

Advertisement

માલવણ ચોકડીપાસે આવેલી અનમોલ હોટલના પાર્કીગમાં પાર્ક કહરાયેલા આર.જે.૧૪જીબી. ૨૭૭૭ નંબરના એલપીજી ટેન્કરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવી ડીલીવરી કરવા જતું હોવાની બાતમીના આધારે આર.આર.સેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલ, એએસઆઇ દિનેશભાઇ પટેલ, સંદિપસિંહ રાઠોડ અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ૨૭.૩૬ લાખની કિંમતની ૯, ૧૨૦ બોટલ વિદેશી દારૂ અને રૂ૨૦ લાખની કિંમતનું ટેન્કર મળી રૂ૪૭.૩૬ લાખનો મુદામાલ કબ્જે કરી ટેન્કર ચાલકની શોધખોળ હાથધરી છે.

જયારે સાયલા નજીક આવેલા હરણીયા ગામના વનરાજભાઇ અમરાભાઇ ખાચરની વાડીમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે આરઆર સેલના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રાજકોટ મેહુલનગરના મનદીપ હસમુખ વેકરીયા, બજરંગવાડીના જાવીદ મહંમદ શમા, જંગલેશ્વરના ઇમરાન ઉર્ફે લતિફ રસુલ કારવા, બાબરીયા કોલોનીના રમજાન અલી કારવા અને જંગલેશશ્વરના અકરમ ઉર્ફે ગડુ સલીમ ચૌહાણ નામના શખ્સોની રૂ.૨૯,૩૦૦ની રોકડ સાથે ધરપકડ કરી રૂ૬૦ હજારની કિંમતની કાર અને મોબાઇલ મળી રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન વાડી માલિક વનરાજ ખાચર અને રાજકોટ લક્ષ્મીનગરના કીરીટ ઉર્ફે પુઠીયો રજપુત ભાગી જતા બંનેની શોધખોળ હાથધરી છે.

જયારે જામનગર નજીક આવેલા જાબુંડા ગામે પટેલ સમાજની વાડીના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા જસમત ગાડું રામાણી, ગોરધન રામજી કનેરીયા, મહેશ લાલજી સાપોવડીયા, હાર્દિક કરમશી સાપોવડીયા, અરવિંદ જેઠા વૈષ્ણવ, નીલ ગોવિંદ કાનાણી, રોહિત જગદીશ દાણીધારીયા, પ્રદિપ કરમશી વૈષ્ણવ, ધવલ કરમશી વૈષ્ણવ, જતિન કાંતી રાણીપા, ભીમજી ચકુ ભાટીયા, પરસોતમ ટપુ વૈષ્ણવ, મુળજી સુરા સખીયા અને મયુર મનજી કાનાણીની રૂ૭૨ હજારની રોકડ સાથે ધરપકડ કરી તેની પાસેથી રૂ૨૮ હજારની કિંમતના ૧૧ મોબાઇલ કબ્જે કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.