Abtak Media Google News

ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ વનડે શ્રેણી કબ્જે કરવા ભારતીય ટીમ મેદાને ઉતરશે

ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ બાદ આવતીકાલથી વનડે શ્રેણી શ‚ થવાની છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ હવે વનડેમાં પર ધરખમ દેખાવ કરવા માટે ભારતીય ટીમ મેદાને ઉતરશે.ટેસ્ટ શ્રેણીમાં ભારત સામે પછડાટ મળ્યાબાદ શ્રીલંકાની ટીમ ઉપર વનડે શ્રેણીમાં સા‚ પ્રદર્શન કરવાનું દબાણ છે. શ્રીલંકા તરફથી ટીમમાં થિસારા પરેરા અને મિલિન્ડા સિરિવરદનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાનું વનડેમાં પ્રદર્શન સતત નબળુ હોવાથી આઠમાં ક્રમાંકે છે. ભારતે છેલ્લે ૨૦૧૫ના વર્ષમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. તેમાં પણ ચેમ્પીયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે હાર થયાબાદ ભારતીય ટીમ ઉપર વધારે દબાણ આવ્યું હતુ ત્યારે શ્રીલંકા સામે ટેસ્ટ સીરીઝમાં કલીન સ્વીપ બાદ હવે વનડે ઉપર ટીમની નજરે છે. વનડે શ્રેણીનું દૂરદર્શનથી પ્રસારણ કરવામાં આવશે. પ્રથમ વનડે આવતીકાલે દાબ્બુલામાં રમાશે વનડે માટેની ટીમ નીચે મુજબ છે.શ્રીલંકા: થારંગા (કેપ્ટન), મેથ્યુસ, ડિકવિલ્લા, ગુનાથિલકા, કુશાળ મંન્ડિસ, ચમારા કપુગેદરા સિરિવરદના, પુષ્પકુમારા, દનાજંય, સંદાકન, થિસારા પરેરા, હસારંગા, માલિન્ગા, ચામીરા, ફર્નાન્ડો. ભારત: કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત ર્મા, લોકેશ રાહુલ, મનીશ પાન્ડે, રહાણે, કેદાર જાધવ, ધોની, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, કુલદીપ, ચહલ, બુમરાહ, ભુવનેશ્ર્વર, સરદુલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.