Abtak Media Google News

એડવોકેટ ડી.એન.રેયની જહેમતથી ૨.૭૬ લાખ સ્કવેર મીટર જમીનમાં માઈનીંગ સહિતનું કામકાજ અટકાવાયું

એસ્સાર સ્ટીલ ઈન્ડિયા ઉપર સંકટના વાદળો વધુને વધુ ઘેરાઈ રહ્યાં છે. એન્સોલ્વેન્સી પ્રક્રિયામાં સલવાયેલી એસ્સાર સ્ટીલ ઈન્ડિયાને હવે સુરત વન વિભાગની જમીન મુદ્દે સુપ્રીમમાં પણ પછડાટ મળ્યો છે. ફા‚ક શેખ દ્વારા થયેલી પીટીશનમાં એડવોકેટ ડી.એન.રેયની દલીલોના સહારે આ જમીનમાં એસ્સારને માઈનીંગ સહિતની કામગીરી કરવા ઉપર રોક લગાવવાનો આદેશ વડી અદાલતે આપ્યો છે. છ હજાર કરોડની સુરતની જમીન એસ્સારને કેન્દ્રની મંજૂરી વગર અપાઈ હોવાની પીઆઈએલ થઈ હતી. આ કેસનો મામલો જે તે સમયે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટમાં એસ્સારની જીત થઈ હતી. અલબત ત્યારબાદ સમય બદલાયો હોય હાલ ગુજરાતની બેંકો એસ્સાર પાસે ૪૫,૦૦૦ કરોડ ‚પિયા માગે છે. બેંકોએ એસ્સાર સામે ઈન્સોલ્વેન્સી પ્રક્રિયા હાથ ધરવાની તરફેણ કરી છે. હાલ એનસીએલટી બેંચ આ મુદ્દો ચકાસી રહી છે. ઈન્સોલ્વેન્સીની પ્રક્રિયા શ‚ હોવાના કારણે વડી અદાલતે સુરત ફોરેસ્ટની ૨.૭૬ લાખ સ્કવેર મીટર (અંદાજે ‚ા.૬,૦૦૦ કરોડ)ની જમીન ઉપર કોઈપણ જાતની બાંધકામ કે, માઈનીંગની કામગીરી કરવા ઉપર રોક લગાવી દીધી છે. ઈન્સોલ્વેન્સીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે માઈનીંગ એકટીવીટી થશે તો દેણું કેવી રીતે ચૂકવી શકાશે તેવી દલીલના પરિણામે આ એકટીવીટી બંધ કરવાનો આદેશ અપાયો છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.