Abtak Media Google News
  • જર્મની અને જાપાન જેવા દેશોની જનસંખ્યા જેટલા તો ઉજ્વલા આવાસ યોજના અંતર્ગત ભારતમાં લોકોને ઘર મળ્યા છે. જીડીપીમાં બે થી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને વટાવી દેશું.
  • ભારતના ડેટાનો દુરુપયોગ ન થાય તે માટે અમુક એપ્લિકેશનઓને બંધ કરવામાં આવી છે. સેમી કંડકટર ચીપનું ભારતના ગુજરાત રાજ્યમાં ધોલેરામાં નિર્માણ થશે

Rajkot News : રાષ્ટ્રીય એકતા મંચ રાજકોટ આયોજિત “પ્રબુદ્ધ સાથે પરામર્શ” કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ.જયશંકર સંબોધન આપતા ભારત ભાગ્ય વિધાતા વિષય અંતર્ગત ભારતની પ્રગતિ અને દેશ વિદેશમાં વસતા ભારતીયો વિષે વાત કરી હતી.

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં દીપ પ્રાગટ્ય કરી “પ્રબુદ્ધ સાથે પરામર્શ” કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં 1500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

વિકસિત ભારતના અમૃત કાળમાં આગળ વધી રહ્યા છીએ.

ગુજરાત અને ગુજરાતી વિષે શું કહ્યું?

વિદેશ મંત્રી એસ.જયશંકરની “WHY BHARAT MATTER” બુકનું ગુજરાતી અનુવાદ કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતું.

વિદેશ મંત્રીએ ગુજરાતીની ખાસિયતોને ધ્યાનમાં રાખીને એવું કહ્યું હતું કે દેશનો વિદેશ મંત્રી ગુજરાતી હોવો જોઈએ.

ગુજરાતી વડાપ્રધાન સાથે કામ કરવું મારા ભાગ્યમાં લખેલું છે, મોદીજીની ટીમમાં કામ કરવું મારી માટે ગર્વની વાત છે :  વિદેશ મંત્રી એસ.જયશંકર

પોલેન્ડની મુલાકાત વિષે વાત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે “પોલેન્ડના નાગરિકો આજે પણ જામ સાહેબને યાદ કરે છે”

દેશનો હરણફાળ વિસકસ

જર્મની અને જાપાન જેવા દેશોની જનસંખ્યા જેટલા તો ઉજ્વલા આવાસ યોજના અંતર્ગત ભારતમાં લોકોને ઘર મળ્યા છે. જીડીપીમાં બે થી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને વટાવી દેશું. એક સર્વે મુજબ જીડીપી 52 ટ્રીલીયન ઉપર થશે વિશ્વના બીજા નંબરે ઇકોનોમીનો દેશ ભારત બનશે : વિદેશ મંત્રી એસ.જયશંકર

ટેક્નોલોજી અને ભારતનો વિકાસ

ભારતના ડેટાનો દુરુપયોગ ન થાય તે માટે અમુક એપ્લિકેશનઓને બંધ કરવામાં આવી છે. સેમી કંડકટર ચીપનું ભારતના ગુજરાત રાજ્યમાં ધોલેરામાં નિર્માણ થશે જે દેશની મોટી ઉપલબ્ધી છે. : વિદેશ મંત્રી એસ.જયશંકર

“સુદાનના યુદ્ધમાં રેડ સીમાં ડ્રોન અને મિસાઈલના અટકે વચ્ચે 21 મહિનાથી ભારતના નૌસેનાના જહાજ તૈનાત છે.”

ભારતે કોવિડમાં દેશવાસીઓનું વેકસીનેશ કર્યું સાથે બીજા 100 દેશોના વેકસિનેશ પણ કર્યા : એસ.જયશંકર

દુનિયા ઈચ્છે છે ભારત વિશ્વની પ્રગતિમાં તેનું યોગદાન આપે અને ભારતના ઉદાહરણ બીજા દેશો લઈ રહ્યા છે. ભારતના જલ જીવન મિશનના કારણે ટાંઝનિયાના 25 શહેરને પાણી મળ્યું જેનો ટાંઝનિયા આભાર વ્યક્ત કરે છે. ભારત આજે ઘણા દેશો માટે મોડલ બન્યું છે ત્યારે દુનિયા ઈચ્છે છે ભારત વિશ્વની પ્રગતિમાં તેનું યોગદાન આપે  : વિદેશ મંત્રી એસ.જયશંકર

રાજનીતી વિષે શું કહ્યું ?

પોલિટિક્સની અલગ દુનિયા છે ત્યારે લોક સેવામાં પોલિટિક્સ કરવું અઘરું છે.

“કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરે છે પરંતુ વધુ બ્યુરોક્રાઈટીશે પોલિટિક્સમાં ન આવું જોઈએ” : વિદેશ મંત્રી એસ.જયશંકર

દેશમાં એક્સપોર્ટ વધારવાની જરૂર છે

717 બિલયનનું એક્સપોર્ટ ગત વર્ષે થયું છે, એમેરિકા, કેનેડા અને યુરોપની મેચ્યોર માર્કેટ સાથે ડેવલોપ કરવું જોઈએ.

આફ્રિકામાં ગુજરાતીઓનું ઘણું પ્રભુત્વ છે, ત્યાં ગુજરાતીઓ ટ્રેડ અને ઈન્વેસ્ટમાં આગળ છે

લેટિન એમેરિકા સાથે ડેવલોપ કરવું જોઈએ, ગત વર્ષે 45 બિલિયન ડોલર હતું

અમારી મિનિસ્ટ્રી ટ્રેડ વધારવા માટે સજ્જ છે, બધા એમ્બસેડર સહયોગમાં ખડેપગે રહે છે અને એમ્બેસી હંમેશા એક્સપોર્ટરની મદદે રહે છે.

યુવાનો માટે દુનિયામાં ઘણી મોટી તક છે અને દુનિયા ભારતમાં બિઝનેશ કરવા આવી રહી છે યુવાનોમાં દુનિયાને સમજવા આત્મવિશ્વાસ વધવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.