Abtak Media Google News

કોરાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવતદાન આપવામાં પ્લાઝમા ડોનરની સાથે-સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલનુ પણ યોગદાન પ્લાઝમા પ્રોસિજર અને કલેક્શનની કામગીરીમાં મહત્વનું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગ માં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસિપી કાર્યરત કરવામાં આવ્યું છે. તે માટે નોડલ ઓફિસર ડો. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યા છે. આ બ્લડ બેન્કમાં હાલમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ  પ્રોસીઝર કરવામાં આવે છે.

3500 4

બ્લડ ડોનેશનમાંથી પણ સીસીપી મેળવવામાં આવે છે. શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં 987 જેટલા પ્લાઝમા યુનિટ  કલેકટ કરવામાં આવ્યા છે. જેને પીડીયુ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં 950 દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું છે. આ માટે પેથોલોજી વિભાગના બધા જ ફેકલ્ટી, રેસિડેન્ટ ડોક્ટરો અને બ્લડ બેન્કનો ટેકનિકલ સ્ટાફ ખૂબ જ ખંતથી કામ કરે છે. પ્લાઝમા ડોનેશન માટે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરેલી પહેલને કારણે તેમની કચેરીના ઘણા બધા પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનર તરીકે આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યું છે. રાજકોટ પ્લાઝમા ગ્રુપ કે જે એક એનજીઓ છે તેઓ તરફથી પણ પ્લાઝ્મા ડોનર્સની  સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.