Abtak Media Google News

મેષ :- અ, લ, ઈ

001 2

મેડીકલ, પેરામેડીકલ તથા ફાર્મસ્યુટક્લ્સ, રંગ તથા રસાયણના ક્ષેત્રે સંકળાયેલ તમામ વર્ગ માટે આ સપ્તાહ પણ ઉતમ રીતે પસાર થશે. રહેશે. આ સપ્તાહે,ડિસ્ટ્રીબ્યુટર્સ,એજંસીઝ અને  હોલસેલના વ્યાપારી-વર્ગ ને  અનેક પ્રકારે  લાભ થવાની સંભાવના.

વ્યાપાર વણિજ ક્ષેત્રે વેચાણ વૃદ્ધિ તથા નવા નવા સંપર્કોમાં વધારો થવાની સંભાવના. સાથો સાથ આ ક્ષેત્રે  કામ કરતાં તમામ વર્ગને યેનકેન પ્રકારે લાભ મળવાની સંભાવના.  ૨૩ તથા ૨૪ ઓકટોબર મધ્યમ રહેવાની સંભાવના.

વૃષભ :-  બ, વ, ઉ

002 3

ઓર્ગેનિક, જ્યુટ, કે ખાદી કે સુતરાઉ કાપડ કે યાર્નના ઉત્પાદ્ક- વ્યાપારી તથા  કપાસના વ્યાપારી તેમજ તેને સંબંધિત ડાઈંગ કે ફેશન ડિઝાઈનર્સ, તથા ટેઈલરીંગ ક્ષેત્રે જોડાયેલ  તમામ વર્ગના લોકો માટે આ સપ્તાહ ઉતમ તેમજ આર્થિક રીતે સારુ રહેશે. શેરબજાર, કોમોડીટી ક્ષેત્ર સંકળાયેલ વૃષભ રાશિના જાતકો માટે  આ સપ્તાહ નિમ્ન મધ્યમ નીવડશે આથી યથામતિ વ્યવહાર વહીવટ કરવો. નજીકના સગાં તથા ખાસ મિત્રો વચ્ચે ગેરસમજ થવાની સંભાવના.  ૨૦ તથા ૨૩  ઓકટોબર મધ્યમ રહેવાની સંભાવના. તા.ક. લવ લફરા અને લસ્ટ વાળા માટે આ સપ્તાહ અતિ ખરાબ નીવડ્શે.

મિથુન :- ક, છ, ઘ

003 3

નાના નાના ઔધોગિક એક્મ વાળા મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  કેમિકલ્સ, પેટ્રોલ પંપ કે ખનીજતેલ  ક્ષેત્રે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સપ્તાહ નાના મોટા ખર્ચા રહેશે.

ફેરી કરનાર વ્યાપારી માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ખાનગી મેનેજમેંટ કે આઉટસોર્સીગ ફર્મ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. સરકારી કર્મચારી માટે સુંદર સપ્તાહ,  ૨૦  થી ૨૪ ઓકટોબર સુધીના  દિવસો  હળવા લાભકારી નીવડશે. બાકી દિવસો વધુ લાભદાયી રહેશે.

કર્ક :- ડ, હ

004 4

હોટેલ તથા ઢાબા, રેસ્તોરાં, કેટરીંગ, કે પ્રોસેસ્ડ ફૂડ ક્ષેત્રે સંકળાયેલા કર્ક રાશિના તમામ જાતકો માટે, આ સપ્તાહ લાભકારી નીવડશે,   સરકારી એકાઉંટ ડિપાર્ટમેંટના કર્મચારીઓ માટે  પ્રગતિના પ્રયાણ જોવા મળશે. અણધાર્યા આવી પડેલાં ખર્ચાઓમાંથી રાહત મળવાની શકયતાઓ.  આ સપ્તાહે રંગ તથા રસાયણના ઉદ્યોગ- ધંધા  કે પછી   વ્યાપાર સાથે સંકળાયેલ લોકો માટે સાનુકુળતાનાં સંયોગો.  આ સિવાય તમામ જાતકો માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. યુવક યુવતિઓ તથા ગૃહિણીઓ માટે ઉતમ સપ્તાહ ૨૩ ઓકટોબરનો દિવસ મધ્યમ રહેવાંની સંભાવના

સિંહ :- મ, ટ

005 2

આ સપ્તાહ દરમ્યાન કેટલાંક અધુરા રહી ગયેલાં, જુના કાર્યો સંપન્ન થશે.  જુની ઉઘરાણી કે લેણી રકમ મળવાંના સંયોગો. નજીકના મિત્રો તથા સ્નેહી જનો વચ્ચે હળવી હળવી પ્રતિકુળતા સર્જાવા સંભાવના, બજારોમાં  વટઘટના કારણે લાભ થવા વકી, સાથે  હળવા પરિશ્રમ સાથે  દોડધામ રહેવા સંભાવના. ફોર વ્હીલર સંભાળીને ડ્રાઈવ કરવું, ભક્તિ, આરાધના અર્ચનામાં વધારો થવાની સંભાવના.  સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ નીવડશે.૨૦ તથા ૨૧ , ૨૨ ઓકટોબરના દિવસો સાનુકુળ નીવડશે. અન્ય દિવસો સરેરાશ રહેશે.

કન્યા :- પ, ઠ, ણ

006 2

બૌદ્ધિક જાતકો, અથવા કેવળ બુદ્ધિ ને બુદ્ધિ દ્વારા કામ કરનાર કે કામ કઢાવનાર જાતકો માટે આ  સપ્તાહ પણ  હળવું પણ  કષ્ટદાયી તથા દોડધામવાળું રહેશે,   સ્ટેશનરી ઉદ્યોગ તથા તેને સંબંધિત તમામ વ્યાપારી એકમો માટે તથા આ સપ્તાહ બરકત વાળુ રહેશે. અર્ધ સરકારી કે ખાનગી  ક્ષેત્રે કામ કરતાં નોકરીયાત માટે પ્રમોશન તથા ટ્રાંસફર કરાવવાના સંયોગો.  સરકારી નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  મીન રાશિના ઉચ્ચસ્થ શુક્ર વાળા  ક્ધયા રાશિના  જાતકો માટે આ સપ્તાહ ખુબ સારું નીવડશે, અવૈધ સંબંધો કે વહીવટથી  ખાસ ચેતવું, ૨૨, ૨૩, ૨૫, તથા ૨૬, ઓકટોબરના દિવસો સારી રીતે પસાર થશે.

તુલા :- ર, ત

007 3

આ સપ્તાહ તુલા રાશિ માટે આનંદ, નિજાનંદ તથા આત્માનંદ–પરમાનંદની અનુભતિ યાત્રા કરાવશે સાથે પ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે.  માથા પર હથોડા મારતાં બોજાઓ જોજનો દુર ચાલ્યા જશે.  પરદેશ સાથે સંકળાયેલ ધંધા વ્યવસાયી લોકો માટે અતિ લાભદાયી સમાચાર આવશે,  વિદેશ પ્રવાસ માટે યોગ્ય સમય. તેમજ વિદેશ વ્યાપાર કરવાથી લાભના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા પરિજનો માટે  આ સપ્તાહ ખુબ સારુ રહેશે.  આ સિવાયના અન્ય જાતકો માટે આ સપ્તાહ ખુશહાલ રહેશે. નાના ઔદ્યોગિક એક્મ કે નાના વ્યાપારી માટે પારાવાર લાભ થશે.

વૃશ્ચિક :- ન, ય

008 3

આ સપ્તાહે પણ ઉતરતી પન્નોતિનો તબક્કો લાભદાયી નીવડશે સાથે અનેક વિધ નવી તકો તેમજ નવા નવા અવસરો આપશે. કેમિકલ ઉદ્યોગ કે વ્યાપાર માટે આ સપ્તાહ સારુ નીવડવાંના સંયોગો. આ ક્ષેત્રે વિકાસની નવી તકો સાંપડે તેવી શકયતાઓ.  ધંધા વ્યવસાયના નવલાં સાહસ માટે સાનુકુળ સમય. યુવાધન માટે શ્રેષ્ઠ સપ્તાહ, વિજ્ઞાનના છાત્રો તથા વિદ્વાનો માટે સારુ સપ્તાહ. કેવળ ૨૦ તથા ૨૩  ઓકટોબરનો દિવસ સરેરાશ રહેશે. બાકી ના દિવસો ઉતમ રહેશે.

ધન :- ભ, ફ, ધ, ઢ

009 3

ઈલેક્ટ્રીક્લ કે ઈલેક્ટોનિક્સ તથા કોમ્યુટર્સ કે નેટ સંબંધિત ઉદ્યોગ તથા ધંધા વ્યવસાય તથા વ્યાપારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ તથા પરિણામવાળું નીવડવાના સંયોગો. હેવી વ્હીકલ બીઝનેસ માટે  હળવી દોડધામ  રહેશે  પરંતુ સાથે લાભકારી નીવડશે,  નાના નાનાં વેપારી માટે આ સપ્તાહ સારુ નીવડશે.  હેવી મેટલ તથા લોખંડ ધાતુંના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો માટે આ સપ્તાહ લાભદાયી તેમજ ભાગદોડ વાળું રહેશે. આ સિવાયના તમામ જાતક માટે આ સપ્તાહ સારુ રહેવાના સંયોગો.પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જાય તેની ખાસ તકેદારી લેવી.

મકર :- ખ, જ

010 3

આ સપ્તાહે હળવી દોડધામ રહેશે, દાંત કે આંખ સંબંધિત નાની નાની તકલિફ થવાની સંભાવના. તાત્કાલિક સારવાર લઈ લેવી, પન્નોતિ હોતાં કોઈ પણ પ્રકારનાં ઉંટવૈદા ન કરવાં. મલ્ટીલેવલ માર્કેટીંગ હેઠળ હર્બલ પ્રોડકટસ વેંચનારાઓ માટે આ સપ્તાહ નાદુરસ્ત રહેશે. નાના નાના વ્યાપાર ધંધા જેમાં પરિશ્રમ વધારે હોય તેવાં એકમો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. તેમજ નોકરીયાત વર્ગ માટે સારુ સપ્તાહ.  આ સપ્તાહ પુરતું, સેલેબલ કે પોપ્યુલર વ્યક્તિઓ પ્રપંચ કે આલોચના કે પ્રતિક્રિયાથી દુર રહેવું. પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  પરિશ્રમિકોને પુરતું અને યોગ્ય વળતર આપવું, તેનો લાભ ન લેવો.

કુંભ :- ગ, શ, ષ

011 3

જુની ઉઘરાણી પાકવાની સંભાવના, તેમજ હાથ ઉછીના આપેલ પૈસા મળવાની સંભાવના.  વિદ્યાર્થીઓ માટે તથા અભ્યાસુ છાત્રોમાં આ અઠવાડીયું સારુ નિવડશે. સાથે શૈક્ષણિક ક્ષેત્રે શોધ સંશોધન કરતાં છાત્રો- વિદ્વાનો માટે અનેક પ્રકારના શુભ અવસરો પ્રાપ્ત થવાની સંભાવના.  ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. પારિવારીક સંબંધોમાં હુંફ અને નિકટતાનો અનુભવ થવાની  સંભાવના,  બહેનપણી સહેલીઓ , પિતરાઈ મામેરી બહેનોથી લાભ, ખાસ કરીને આ રાશિની જાતિકાને. ૨૦ ઓકટોબર  સિવાય તમામ દિવસો સારી રીતે પસાર થશે.

મીન :- દ, ચ, ઝ, થ

012 3

આ સપ્તાહ માટે આ મોટી રાશિ મીનના જાતકોએ અડોશ પડોશની મોટાઈથી દુર રહેવું તો પ્રસન્નતાનો નવો અનુભવ તથા માનસિક સ્તરે પ્રગાઢ શાંતિની અનુભૂતિ થવાની સંભાવના.  ધંધા વ્યાપારના કામકાજમાં સ્થિરતામાં વધારો થવાના સંયોગો,  હેવી વ્હીકલના ધારકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.   લલિત  કલાના શિલ્પીઓ તથા સાહિત્યકારો, પત્રકારો, સંપાદકો માટે સારુ સપ્તાહ. બિલ્ડીંગ મટીરીય્લ્સનાં  તમામ વ્યાપારી માટે આ અઠવાડીયુ મધ્યમ રહેશે.  આ સપ્તાહ માટે સરકારી કાર્યો લંબાણ થવાની સંભાવના. એકદંરે આ સપ્તાહ સારુ નીવડશે.  ૨૩ ઓકટોબર મધ્યમ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.