Abtak Media Google News

વિશ્વ ની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહા સત્તા અને વિશ્વ ગુરુ ની ભૂમિકા તરફ મક્કમપાણી આગળ વધી રહ્યું છે આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી વખતે આજે ભારતના લોકતંત્ર નું લોકશાહીના નવા મંદિર માં પ્રતિષ્ઠાનરૂપ પ્રવેશ થવાની ઘડીએ ભારતનું લોકતંત્ર એક નવા અધ્યાયમાં મંગલાચરણ કરી રહ્યું છે, માનવ સમાજમાં નવા ઘરનું નિર્માણ અને મંગલાચરણ ને જીવનમાં ખૂબ જ શુકનવન્તુ ગણવામાં આવે છે, ત્યારે ભારતના લોકતંત્ર ની 75 માં વર્ષની ઉજવણી ના અમૃત મહોત્સવ માં જ સંસદને નવું ભવન મળવા ના અવસર નું ઐતિહાસિક અને રાજદ્વારિક રીતે ખૂબ જ મહત્વ છે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરંપરાગત અત્યાર સુધી જ્યાં બેસીને દેશનું ભવિષ્ય ઘડાયું તેવા સંસદ ભવનને અંતિમ નમન કરીને દેશ માટે અને ભારતના સ્વતંત્ર અધ્યાય માં સંસદ ભવન ના નવા પ્રવેશને ગૌરવની ઘડી ગણાવવાની સાથે સાથે ભારતીય લોકતંત્રને 15 ઓગસ્ટ 1947 થી લઈને આજ દિવસ સુધીની 75 વર્ષની સફર કરાવનાર તમામ જન પ્રતિનિધિઓને યાદ કરીને વર્તમાન જુના સંસદને દેશના આરંભથી લઈને વિકાસ સુધી ના અધ્યાયનો સાક્ષી અને ગૌરવ રૂપ ઇતિહાસ સર્જનાર ભવન તરીકે નમન કર્યું હતું.

વડાપ્રધાને નવા સંસદ ભવનના પ્રારંભ સાથે હવે લોકતાંત્રિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને વેગવાન બનાવવાની જવાબદારી પર પ્રત્યેક જન પ્રતિનિધિઓને સજાગ રહેવા જણાવ્યું હતું, ભારતને નવું સંસદ ભવન મળ્યું છે દેશ પાસે આગામી 100 વર્ષના વિકાસના વિઝન સાથે આગળ વધવાની જવાબદારી અને  મહે ચ્છા છે આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. વડાપ્રધાન મોદીએ લોકસભામાં સંબોધન કરી  તેમણે જૂના સંસદભવનને યાદ કર્યું હતું અને જણાવ્યું હતું કે આજે ઐતિહાસિક સંસદભવનમાંથી વિદાય લઈ રહ્યા છીએ ત્યારે નવા સંસદ ફોનમાં નવી ઊર્જા ઉમંગ અને ભારતને ખરા અર્થમાં વિશ્વ ગુરુ બનાવવા માટે જે પણ સંકલ્પો પ્રયાસો અને પુરુષાર્થ ની જરૂર પડે તેમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે સજાગ થવાનું છે,

ભારતની આઝાદી  ઇતિહાસ શોર્ય બલિદાન અને માતૃભૂમિના પ્રેમથી સમૃદ્ધ છે આઝાદી પછી લોકતંત્ર પ્રક્રિયાને દિવસે સુધરત બનાવવા માટે સંસદ ભવન ખરા અર્થમાં લોક મંદિર બની રહ્યું છે હવે ભારત  વિશ્વમંચ પર એક આગવી ઓળખ ધરાવતું સમૃદ્ધ સામર્થ્યવાન ટેકનોલોજી સભર દેશ અને પાતાળથી આકાશ સુધી પોતાની સમર્થતા પુરવાર કરનાર દેશની ગરિમા ધરાવે છે અને આ ગરીમાને હવે સંસદના નવા ભવનરૂપી લોકશાહીના નૂતન મંદિરમાં પરવાન ચડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.