Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે,  ત્યારે રાષ્ટ્ર માટે ઊર્જાના નવા સ્ત્રોત અને વૈકલ્પિક ઊર્જાના સતત પણે અધ્યયન નો આ ખૂબ જ મહત્વનો સમયગાળો ચાલી રહ્યો છે, ફ્રાન્સમાં યોજાયેલી ગ્લોબલ વોર્મિંગ અંગેની શિખર પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે દરેકે પોતપોતાનું યોગદાન આપવા હિમાયત કરી હતી, અને પોત પોતાના આભામંડળ માં એક’ થી બે” ડિગ્રી સેલ્સિયસ તાપમાન’માં કેવી રીતે ઘટાડો લાવી શકાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની હિમાયત કરી હ0તી અને તે માટે પરંપરાગત ઊર્જાના બદલે વૈકલ્પિક ઊર્જાના સ્ત્રોતો અપનાવવા દિશા નિર્દેશ આપી હાઇડ્રોકાર્બન ઇંધણ પેટ્રોલિયમ પેદાશો અને કોલસા ના બદલે શક્ય હોય એટલા વધારે પ્રમાણમાં સૂર્ય ઉર્જા પવન ઊર્જા અને જલ ઉર્જા નો ઉપયોગ કરી વીજળી ઉત્પાદનથી લઈને ઉદ્યોગિક સંચાર વ્યવસ્થા ચલાવવા માટે ભાર મૂક્યો હતો.

Advertisement

વૈશ્વિક જીવ સૃષ્ટિના વિકાસમાં સૌથી આગળ રહેલા માનવીઓએ ગુફા કાળથી આજ દિન સુધી સતત પણે ઊર્જાના નવા નવા સ્ત્રોતો અપનાવવાની જે ચીવટ રાખી હતી તેના કારણે જ આજે મનુષ્ય સુપર પાવર બની રહ્યો છે.

ગુફામાં   વસતા માનવી પથ્થર અને ચકમકથી ઉર્જા મેળવતો.. ત્યાર પછી લાકડા કોલસા પેટ્રોલિયમ પેદાશો અને હવે સૂર્ય ઉર્જા સુધી ની આ વૈકલ્પિક સફર વિકાસનો પર્યાય બની ગઈ છે.

ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમાં ઉર્જા અંગેની દુરંદેશી  ભરી રણનીતિ ખૂબ જ મહત્વનું પરિમાણ બની છે. કૃષિપ્રધાન અને ઔદ્યોગિક વિકાસ માટે સંઘર્ષસીલ ભારત માટે ક્રૂડ ઓઇલ ના ઇંધણ ની વૈકલ્પિક વ્યવસ્થા હવે અનિવાર્ય બની છે ..ત્યારે સૂર્ય ઉર્જા ની જેમ જ કોર્પોરેટ જગત દ્વારા ગ્રીન હાઈડ્રોજન અને બાયોગેસ ને ઉર્જા તરીકે ઉપયોગમાં લેવા માટેની રુચિ જાગી છે, દેશના કોર્પોરેટ ક્ષેત્રમાં આગામી સાત વર્ષોમાં બાયોગેસ માટે 500 જેટલા પ્રોજેક્ટ ની સ્થાપના નું આયોજન કરવામાં આવ્યું છે દેશની જાણીતી કોર્પોરેટ કંપનીઓએ સ્વયંભૂ રીતે સમયનો તકાજો સમજીને ઉદ્યોગિક ક્ષેત્રે બાયોગેસના ઉપયોગની નવી કેડી કંડારવાનો જે સંકલ્પ કર્યો છે તે ખરેખર સમયથી પણ આગળ વિચારવાની દુરંતેશીનો પર્યાય બની રહેશે ગ્રીન હાઈડ્રોજન અને બાયોગેસના ઉપયોગથી ક્રૂડ ઓઇલ અને આયાતી તેલ કોલસા નું ખર્ચ ભારણ ઘટશે અને હુંડિયામણ ની બચત ઔદ્યોગિક વિકાસની સાથે સાથે વિકાસ દર વૃદ્ધિ પામશે અને એક સમય આવશે કે દેશના ઉદ્યોગિક એકમો વિદેશી ઉર્જા સ્ત્રોત ના બદલે સ્થાનિક ધોરણે ઉત્પન્ન થતા ઉર્જા સ્ત્રોત થી સંચાલિત થશે ઉર્જા ક્ષેત્રે આત્મ નિર્ભરતા મેળવવા માટે સતત પણે થઈ રહેલા પર્યાશો એક દિવસ અવશ્યપણે સફળ થશે ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોની ચકાસણી અવિરત જારી રહેવી જોઈએ તે સમયની જરૂરિયાતને ભારતના ઉદ્યોગ જગત અને વૈજ્ઞાનિકો સારી રીતે સમજે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.