Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મ મક્કમપણે આગળ વધી રહ્યું છે …ત્યારે દેશના હિતશત્રુઓ ના પેટમાં તેલ રેડાતુ હોય તેમ ભારતની વિકાસ રફતારને કોઈપણ સંજોગોમાં ધીમી પાડવા નીત નવા ગતકડા- હથકંડા ઉપયોગ કરવા માટે ભારત વિરોધી શક્તિઓ એક થઈને જોર લગાવતી હોય તેવા વારંવારઅણસાર મળતા રહે છે.

આઝાદી મળ્યા ની સાથે જ નજીકના પાડોશી બનેલા પાકિસ્તાન ભારત સાથે બે- બે વખત યુદ્ધ ભૂમિ અને પ્રોક્ષી વર્મા સતત પણે વારંવાર   પરાસ્ત થયા પછી સતત પણે ભારતની અદેખાઈમાં પ્રોક્ષી યુદ્ધ માટે આર્થિક સામાજિક અને રાજદ્વારી ધોરણે  પાઈ માલ થઈ રહ્યું છે હવે તો દેવામાં ગળે સુધી ડૂબી ગયેલા પાકિસ્તાનને ઉછીના ઉધારા કરવા સિવાય છૂટકો નથી રહ્યો તેવા સંજોગોમાં પણ ભારતમાં આંતકી ગતિવિધિઓને ફૂંક મારી રહ્યું છે કાશ્મીરમાં 370 કલમ ની નાબૂદીની સફળતા થી કાશ્મીરના કહેવાતા અલગતાવાદીઓની કમર તૂટી ગઈ છે, વૈશ્વિક મંચ પર પણ આંતકવાદ મુદ્દે ભારતનો સમર્થન અને સાથ દેવાવાળાઓ ની સંખ્યા માતબર થઈ છે ,અમેરિકા બ્રિટન જેવા સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના સલામતી સમિતિના કાયમી સભ્યો પણ ભારતનું વૈશ્વિક આંતકવાદ મુદ્દે સમર્થન કરતા થયા છે.

ત્યારે 370 ની નાબૂદીની મક્કમ કાર્યવાહીની જેમ જ હવે કાશ્મીરમાં વારંવાર ઊંબાડિયા કરતા તત્વોને કાયમી ધોરણે પાણી ઢોળ કરી દેવાનો સમય આવી ગયો છે .

કાશ્મીરના કહેવાતા અલગતાવાદી તત્વોને સંઘરવા વાળું હવે દુનિયામાં કોઈ નથી પાકિસ્તાન પણ ખુલ્લેઆમ સમર્થન આપવા સમર્થ રહ્યું નથી ત્યારે કાશ્મીરમાં એક વખત આરપારની લડાઈ લડીને દવા માટે પણ દેશના ગદ્દારો શોધ્યા ન જડે તેવી કાર્યવાહી માટે હવે  સમય પાકી ગયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.