Abtak Media Google News

પત્રકાર પરીષદમાં માહિતી આપતા મયુરસિંહ રાણા, સતિષ ગમારા અને પ્રદિપસિંહ ઝાલા

શહેરના નાનામવા ખાતે કલ્યાણ પાર્ટી પ્લોટ સામે આજે ફિલ્મ અભિનેત્રી રીમી શેનના હસ્તે ધ ગોલ્ડન ક્રાઉન સ્નુકર કલબનો આરંભ કરવામાં આવ્યો હતો તેમ પત્રકાર પરીષદમાં માહિતી આપતા કલબના સંચાલક મયુરસિંહ રાણા, સતિષભાઈ ગમારા અને પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

Advertisement

તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટની યુવા પેઢી અને રમતગમતની શોખીન જનતા માટે ધ ગોલ્ડન ક્રાઉન સ્નુકર કલબનો આરંભ આજથી કરવામાં આવ્યો છે જેનું ઉદઘાટન બોલિવુડ સુપરહિટ ફિલ્મ ધુમ, ગોલમાલ, હંગામા સહિતની ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનાર અભિનેત્રી રીમી શેનના હસ્તે કરવામાં આવ્યો છે. ખાસ સ્નુકર ફુડ ઝોનમાં પ્રાઈવસી જળવાય રહે તે માટે આકર્ષક ૧૦ ટેબલ, ત્રણ પાર્ટમાં અલગઅલગ કેટેગરીવાઈઝ ડિપાર્ટમેન્ટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી અદ્યતન સ્નુકર કલબ અને ટ્રેડીંગ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.