Abtak Media Google News

આથામાંથી વિટામીન બી-૧ર મળી રહે તેવું સંશોધન થયું

આપણે બધા જાણીએ છીએ કે વિટામીન બી-૧ર મુખ્યત્વે માંસાહારમાંથી મળે છે. આના કારણે શાકાહારીમાં વિટામીન બી-૧ર ઉણપ ખુબ વધારે જોવા મળે છે પણ હવે એક નવા સંશોધન પ્રમાણે શાકાહારીઓ માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. આ સંશોધન મુજબ હવે આથામાંથી પણ પ્રોપેનિઓ બેકટેરીયમ ફ્રેડેરીચી નામના બેકટેરીયાની મદદથી વિટામીન બી-૧ર પુરતા પ્રમાણમાં મેળવી શકાશે. આ ઉપરાંત લેકટોબેસીલસ બ્રેવિસ નામના બેકટેરીયામાંથી જો આથો મેળવવામાં આવે તો પુરતા પ્રમાણમાં વિટામીન બી-૧ર શાકાહારીઓ લઇ શકે છે. આ વાતથી હવે પુરવાર થાય છે વિટામીન બી-૧ર ની ગોળીઓ લેવી એ  જરૂરી નથી.

શરીરની સ્વસ્થતા માટે વિટામીન બી-૧ર ખુબ જ જરૂરી વિટામીન છે. વિટામીન બી-૧ર ચેતાતંત્રને નિયંત્રીત કરવા માટે તેમજ નવા રકતકણો બનાવવા માટે જરૂરી ભુમિકા ભજવે છે. માટે જે લોકો માસાહાર નથી કરતા તેમને વિટામીન બી-૧ર ની ઉણપથી થતા રોગોની સમસ્યા રહેતી હોય છે.

આ સંશોધન યુનિવર્સિટી ઓફ હેલસિન્કીના પ્રોફેસર ચોંગ શીએ કર્યુ છે. પ્રોફેસરે ચોંગ શીએ પોતાની લેબોરેટરીમાં ૧૧ અલગ અલગ અનાજનો બેકટેરીયા પ્રોપીઓની બેકટેરીયમ ફ્રેડેરીચી (એક માત્ર બેકટેરીયા કે જે અનાજમાંથી બી-૧ર બનાવે છે) સાથે આથો મેળવ્યો  આ પ્રયોગમાં પરિણામ આવ્યું કે ઉપરોકત બેકટેરીયા સાથેના આથાથી સૌથી વધુ પ્રમાણમાં વિટામીન બી-૧રનું ઉત્પાદન થયું આ ઘટના પછી એટલું પુરવાર થાય છે કે હવે એ દિવસો દુર નથી કે શાકાહારીઓ ઘરમાંથી જ વિટામીન બી-૧ર બનાવી શકશે અને તેની ઉણપ પુરી કરી શકશે. આ સાથે જ વિટામીન બી-૧ર ની ગોળીઓની દુકાન પર તાળાબંધીની સ્થિતિ અત્યારથી દેખાઇ રહી છે.

વિટામીન બી-૧ર ગોળીમાંથી નહીં પણ વિટામીન બી-૧ર ના સ્ત્રોત કયાં છે?

વિટામીન બી-૧ર સામાન્ય રીતે નીચેના સ્ત્રોતોમાંથી મળે છે.

* માછલી, * માંસ, * મરઘી

* ઇંડુ, * દુધ

વિટામીન બી-૧રની ઉણપથી કયાં કયાં રોગો થાય છે?

* અસશકિત,  * શ્ર્વાસ ટુંકો થવો,  * નિસ્તેજ ત્વચા,  * કબજીયાત * ચેતાતંત્રની સમસ્યા,  * દ્રષ્ટિમાં ખામી,  * માનસીક રોગો જેવા કે ડિપ્રેશન, નબળી યાદશકિત વગેરે, * એનેમિયા, * નબળી રોગ પ્રતિકારક શકિત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.