Abtak Media Google News

આયાતી સેલ ફોન પર ઇમ્પોર્ટ ડયુટી પ ટકા થી વધારી ૧૦ ટકા કરતી સરકાર: અન્ય ઇલેકટ્રોનિક ચીજો પર ઇમ્પોર્ટ ડયુટી વધારાઇ

ઇર્મ્પોર્ટેડ ટીવી, મોબાઇલ ફોન, પ્રોજેકટ અને વોટર હીટર જેવી ઇલેકટ્રોનિક વસ્તુઓ મોંધી થઇ છે.

સરકારે ઇમ્પોર્ટેડ ટેલીવિઝન સેટ પર કસ્ટમ ડયુટી ૧૦ થી વધારીને ૧પ ટકા કરી દીધી છે. પુશ બટન ટેલીફોન અથવા મોબાઇલ પર ૧પ ટકા ડયુટી લગાવી છે. અત્યાર સુધી તેના પર કસ્ટમ ડયુટી લાગતી ન હતી.

મહેસૂલી વિભાગે આ સંબંધમાં જાહેરનામુ  બહાર પાડયું છે. મોનિટર, પ્રોજેકટ, વોટર હીટર અને ડ્રેસીંગ ટેબલ ઇન્સ્ટુમેંટ પર ડયુટી બમણી કરીને ર૦ ટકા કરાઇછે.

આયાતી સેલફોન પર ઇમ્પોર્ટ ડયુટી ૫ ટકા થી વધારીને ૧૦ ટકા સરકારે કરી દીધી છે. ટૂંકમાં એપલ સહીતની આંતરરાષ્ટ્રીય મોબાઇલ કંપનીઓને ‘મેક ઇન ઇન્ડિયા’ માટે સરકાર મજબૂર કરવા માગે છે.  આનાથી મેઇ ઇન ઇન્ડિયાના મિશનને બળ મળશે એટલે કે મજબૂત થશે. ધરેલું કંપનીઓને પણ સરકારના આ પગલાથી ફાયદો થશે.

અગર એપલ સહિત વિદેશી મોબાઇલ કંપનીઓ ‘મેક ઇન ઇન્ડિયા’ મિશનમાં જોડાઇને ભારતમાં જ તેમના સેલફોન ઇન્સ્ટુમેંટનું ઉત્પાદન કરે છે. તો તેમને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા માટે જગ્યા, પ્લાન્ટ ઉભો કરવા માનવબળ પ્લાન્ટ રન કરવા નિષ્ણાત કર્મચારીઓ વિગેરેની જ‚ર પડે એકંદરે વધુને વધુ રોમજગારી ઉભી થશે અને દેશની ઇકોનોમીને ફાયદો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સૂત્રો સંભાળતા વેંત વિદેશી કંપનીઓ તેમની પ્રોડકટનું ઉત્૫ાદન ભારતમાં જ કરે અને તેનાથી ભારતમાં રોજગારી ઉભી થાય ભારતના અર્થતંત્રને બળ મળે તે માટે ‘મેક ઇન ઇન્ડિયા’ મિશન શરુ કર્યુ છે.

અત્યારે એપલ તેના આઇફોન એસ.ઇ. મોડલનું એસેમ્બલીંગ ભારતમાં કરે છે. એપલે ‘મેક ઇન ઇન્ડિયા’માં જોડાવા ઘણી બધી છુટછાટ સરકાર પાસ માગી છે પરંતુ હજુ બાત બની શકી નથી.

ભારતને મળતી ઇમ્પોર્ટ ડયુટીમાં ૩૨ ટકા નો વધારો થયો છે. અને હવે વિવિધ ચીજો પર ઇમ્પોર્ટ ડયુટીની ટકાવારીમાં વધારો થતા રજુ આ આંકડો ઉંચો જશે તેમાં બે મત નથી.

ટૂંકમાં સરકાર વિદેશી કંપનીઓને મેક ઇન ઇન્ડિયા મિશનમાં જોડાવા માટે મજબૂર કરવા માગે છે. પછી એ જાયન્ટ કંપની એપલ પણ કેમ ન હોય ? કદાચ સરકારના આ પગલાથી એપલ મેક ઇન ઇન્ડિયા મિશનમાં જોડાવા ફરી વિચાર કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.