Abtak Media Google News

આ અગૌ એવા સમાચાર આવી ચૂકયા છે કે, ડંખ વગરના મધમાખીની શોધ થઇ છે એને લગતા વૈજ્ઞાનિક ગણિતનું વિશ્લેષણને બાજુએ મૂકીએ તો મોન્ટેસરીએ ડંખ વગરના માનવ સર્જવાની જે સંભાવના દાખવી છે તેનું શું, એવો સવાલ જાગે છે… તેમણે કહ્યું છે કે, ‘માઇના મહાન પૂતો’એવા માનવોનું સર્જન કરી શકે!

મહારાષ્ટ્રમાં ત્રિપક્ષી સરકાર રચાશે એવા સમાચારમાં ત્રણેય ભાગાદાર રાજકીય પક્ષોએ  તેલ અને તેલની ધાર જોઇને આ ત્રિપક્ષીય સરકાર રચવાનો નિર્ણય લીધો હોવાનો દેખાવ કર્યો છે. પરંતુ એ ત્રણેયના મૂળભૂત સિઘ્ધાંતોનું ગયું ટુંપાયું તેનું શું, એવો સવાલ ઊઠે છે.

મોન્ટેસોરીએ કહ્યું છે એવા મોઇનાપૂત શિક્ષકો જેવા નેતાઓ આ સરકારને મળશે ખરાં? અને એમને શોધવામાં આ સરકાર હાંફી નહિ જાય એવી ખાતરી ખરી?

મેડમ મોન્ટેસોરીએ ડંખ વગરનો માણસ નિષ્ટાવાન શિક્ષકો જ બનાવી શકે એવો જે ઉપાય બતાવ્યો છે, એનો ખરેખરો અર્થ તો એ છે કે માણસ માત્રને બદલવા પડશે. એની માનસિકતાનો બદલવી પડશે. માનવ સહજ પ્રકૃતિને બદલવી પડશે, ડંખ વગરના મનુષ્યોને જન્માવવા પડશે.! આ મશીન કે આ લક્ષ્ય સાથે એક વિશિષ્ટ સંસ્થા ઊભી કરીને સમગ્ર સમાજને સમજાવવું પડશે કે જેમ ડંખ વગરની મધમાખી શોધાઇ છે તેમ ડંખ વગરના માણસો  શોધવાનું આપણું મીશન છે, ને એને માટે માનવ સમાજે એક વિશાળ પરિવાર સમુ શિક્ષણ  સંકુલ ઉભુ કર્યુ છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 2

તમે બધા આ સંસ્થાની વિચારયાત્રાના વારસદારો છો. આજથી તમે બધા અમારી સફરનાં હમસફર બનો છો. આ સંસ્થા માનવતાના પાયા પર રચાયેલી છે. આજથી તમે સૌ કરુણાના છડીદાર બનજો, શ્રઘ્ધાની ખેતીમાં સૌ જોડાઇ જજો. તમે સફરનાં યાત્રી છો. અમે સૌ એક ચોકકસ વિચાર લઇને ચાલીએ છીએ. સહેતુ સફર કરે તે સફર, તમે સૌ હેતુસર આવ્યાં છો. શિક્ષક બનવું તે તમારો હેતું છે. આ સંસ્થામાં તાલીમ લઇ તૈયાર થયેલ શિક્ષક સમર્પિત હોય, ઘસાઇને ઊજળો થનારો, સંન્યાસી-વૃતિને વરેલો, બીજા માટે જીવનારો અને ખુમારીથી જીવનારો હોય તે જ ખરો સફળ શિક્ષક ગણાય. સામાન્ય નોકરીયાત માસ્તરથી ચડીયાતો શિક્ષણ જગતનો સફળયાત્રી તે જ બની શકે જેની આંખોમાં સ્વપ્ન રમતું હોય,

વિખ્યાત શિક્ષણશાસ્ત્રી બ્રુબેકરે શિક્ષણને પરિવર્તના ફલાયવ્હીલ તરીકે વિશ્ર્વ વિખ્યાત અર્થશાસ્ત્રી ગુન્નાર મિરડાલ શિક્ષણને વસ્તની ગુણવતા વધારવાના ઉપકરણ તરીકે જુએ છે.

કોઇપણ દેશે ધનવાન બનતા પહેલા વિદ્યાવાન બનવું પડે છે. શિક્ષણ વિના રાષ્ટ્રની પ્રગતિ શકય નથી. આ સર્વસ્વીકૃત સત્ય છે.

ગુજરાત કેટલું સમૃઘ્ધ છે તેના માપદંડ તેના શિક્ષકો કેટલા નિષ્ઠાવાન, વિદ્યાઉપાસક, વૈદ્યાથીનિષ્ઠ છે તે પરથી મળી શકે.

સંન્યાસી વૃતિથી કામ કરે તેવા શિક્ષકો બનાવવા એ આ સંસ્થાઓ આદર્શ છે. અમારો પ્રયત્ન સફળ થતો જોયો છે. આ સંસ્થાનો તાલીમાર્થી આજે સફળ આચાર્ય છે. સમાજમાં તેનો દાખલો દેવાય છે. તે જાણી અમારી શ્રઘ્ધા વધી છે. જેની પાસે કલ્પના ન હોય સ્વપ્ન ન હોય તે ભલે જીવતો હોય પણ  તેની જીંદગીમાં ધબકતું જીવન નહીં હોય, ભગવાને સરસ યુવાની આપી છે. બુઘ્ધિ આપી છે શકિત આપી છે તો જીવન જીવવાનો આનંદ માણો, ક્ષણોને મહોત્સવ બનાવી જીવો, શિક્ષણ જીવન જીવવાની દ્રષ્ટિ ન આપે તો શા કામનું? જે ક્ષણો ક્ષણ પ્રસન્નતાથી જીવતો નથી તે જીવતરનો ભાર વેંઢારે છે. ભૂડનું જીવન જીવું નથી. તે જીવે છે પેટ ભરે છે. સંસાર ચલાવે છે પણ જીવનની દ્રષ્ટિ આપે છે જીવનને ઓળખવાની સમજવાની આગવી સુઝ આપે છે. ત્યારે શિક્ષણ કેળવણી બને છે.

આના ઉપરથી  એમ માની શકાય કે, આ સંસ્થાએ મનુષ્યોને બદલવાનું અન નવા યુગલક્ષી મનુષ્યો ઘડવાનું જે મીશન પુરેપુરી લગની અને પૂરેપુરા ખંત સાથે આંદોલીત કર્યુ તે ઇચ્છીત રંગ લાવ્યુ જ.. અર્થાત શિક્ષણમાં તથા શિક્ષકોમાં આમુલ પરીવર્તન લાવવાની તેની ખ્વાહીત મૂર્તિમંત બની…

આ રીતે માણસોનો જે ફાલ ઉતર્યો એ બધા નખશીખ પવિત્ર તેમજ અણીશુઘ્ધ માનવતાભીના નીવડયા, અને તેમની માનસહજ ડંખની વૃતિ સો ટકા ઓગળી ગઇ હોય એવા નવાજ મનુષ્યો તરીકે તેમને માનવ સમાજે વધાવ્યો!

મધમાખી ડંખ વગરની કેમ બની ગઇ હશે તે તો જ્ઞાનિ વિજ્ઞાનીઓ જાણે પણ ડંખ વગરનો માણસ બનાવવાનું કામ શિક્ષકનું છે એવા મેડમ  મોન્ટેસોરીના શબ્દો સનાતન સત્ય બની ગયા!

કોઇપણ દેશે ધનવતા બનતાં પહેલા વિદ્યાવાન બનવું પડશે અને સારા તથા સાચા  શિક્ષણ વિના કોઇપણ રાષ્ટ્રની પ્રગતિ શકય નથી એ સર્વસ્વીકૃત સતય છે.

આપણા દેશે પાંચમાં વિશ્ર્વગુરુ બનવાનું નિશાન નોંઘ્યું છે, સુવર્ણયુગ લાવવાનું સ્વપ્ન સેવ્યું છે.

મોન્ટેસોરી અને એમની કલ્પના સાકાર કરવી હોય તો ઉપરની બાબતો લક્ષમાં લઇને એને અમલી બનાવવાનાં મહાપ્રયાણને નવી ગતિ આપવી જ પડશે…

રામમંદીરનાં નિર્માણની સાથે સાથે આ બાબતને ઘ્યાનમાં રાખવી જ પડશે….

બાકી તો મહારાષ્ટ્રની ત્રિપક્ષીય સરકારને સારી રીતે ચલાવવામાં નવા નવા અવરોધ આવશે જ… મુસ્લીમોએ તેમની ખફાગીરી વ્યકત કરીને ‘ગોફણના પહેલા ઘા’ પહેલા ઘા જેવું દર્શન કરાવ્યું છે.. દેશના આગામી રાજકીય પ્રવાહો ઉપર એની ધેરી અસર થશે જ એવું જણાયા વિના રહેતું નથી.

એને સાવધાન કર્યા વિના અને દેશનું પ્રાર્થનાભીનું ભલું ઇચ્છયા વિના છૂટકો નથી!

મહારાષ્ટ્રની વિપક્ષી સરકાર ચલાવવાનું કામ ડંખ વગરના માણસ સર્જવા જેટલું અધુરુ છે. એન કહ્યા વિના છુટકો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.