Abtak Media Google News

આપણો દેશ ઉમદા શિક્ષકો, નેકદિલ નેતાઓ, વિશુધ્ધ રાજસત્તા અને વતનપરસ્ત ધર્મસત્તાથી વંચિત: ન ભામાશા, ન રાણા પ્રતાપ, ન તિળક, ન ચાણકય, મહાત્મા ગાંધી: સમાન નાગરિક ધારો હવામાં !

મહારાષ્ટ્રની કલંકભીની અને અમંગળ ઘટનાએ આપણા દેશને એટલી હદે વગોવ્યો છે અને આપણી લોકશાહીને એટલી હદે લજવી છે કે, એનાં મૂળ સુધી જઈને એનું પુનરાવર્તન ન થાય એવાં પગલાં લેવાનું અનિવાર્ય બન્યું છે.

અભ્યાસીઓનો એવો મત છે કે, આ દેશનાં ચૂંટણી ધારામાં ધરમૂળના ફેરફાર કરવાનું અને ચૂંટણી પધ્ધતિમાં પ્રમાણિકતાલક્ષી બદલાવ લાવવાનું હવે અનિવાર્ય બન્યું છે. એમાં જેટલો વિલંબ થશે એટલી વધુ મહારાષ્ટ્ર જેવી ઘટનાઓ કલંકભીની ઘટનાઓ બનશે અને તે દેશની વધુને વધુ અધોગતિ નોતરશે !

આપણો દેશ હાલમાં ઉમદા શિક્ષકો, નેકદિલ નેતાઓ, વિશુધ્ધ રાજસત્તા, વતનપરસ્તીલક્ષી ધર્મસત્તાથી બૂરી રીતે વંચિત છે. ન ભામાશા, ન રાણા પ્રતાપ, ન બાળ ગંગાધર ટિળક, ન ચાણકય, ન ચંદ્રગુપ્ત, ન સમ્રાટ અશોક, ન મહાત્માગાંધી, ન શ્રી કૃષ્ણ…

આપણો દેશ ન ખમી શકે, કે ન સાંખી શકે એવો દારૂણ દુકાળ સમો શૂન્યાવકાશ !

ભારતીય શિક્ષણ પધ્ધતિનો ભવ્ય ભૂતકાળ, ચિંતાજનક સવર્તમાન અને જો આમ ચાલતુ રહ્યું તો ભવિષ્ય કેવું હશે ?? શિક્ષણનો અર્થ મહત્વ હેતુ પધ્ધતિ માધ્યમ, શિક્ષક વિદ્યાર્થી, શાળા અધ્યયન અને અધ્યાપન આ બધામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે પરિવર્તનનું વાવાઝોડુ ફૂંકાયું છે. તેણે અનેકને ઝપટે લીધા. તેમાં શિક્ષક પહેલા આવી ગયો. એવું લાગી રહ્યું છે કે શિક્ષક નામની જાતી આ પૃથ્વી પરથી લુપ્ત થઈ રહી છે.

ઉમદા અને ફરજનિષ્ઠ શિક્ષક અંગેનો આ ઉકળાટ આપણા શિક્ષણ ક્ષેત્રના મહારથીઓએ લક્ષમાં લઈને ઘટતુ કર્યા વિના છૂટકો નથી.

બીજી એક વાત જાણી લેવા જેવી છે કે, આપણી ચૂંટણી પધ્ધતિ અને મતદાન પધ્ધતિમાં લોકોને ગંભીર પણે ઘણું બધું કહેવા પણું લાગે છે. અને ઈવીએમ (મતદાન-મશીનો) દ્વારા મતદાન અંગે તેઓ શંકા-આશંકા સેવે છે. ચૂંટણી પંચના સત્તાધીશોએ કાંતો આ પધ્ધતિ વિશેષેની પ્રજાની શંકા-આશંકાનેદૂર કરવા તરફ ધ્યાન આપવું જોઈએ અથવા તો એમાં સુધારા વધારા કરવા જોઈએ.

7537D2F3 3

ચૂંટણીનાં પરિણામો પછીની પરિસ્થિતિમાં રાજયપાલે ચૂસ્તપણે અને પ્રમાણિકપણે તેમની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ, અને મહારાષ્ટ્રમાં જે રીતે વિવિધ નિર્ણયો લેવાયા, એવું ન થવા દેવું જોઈએ !

કેન્દ્ર સરકાર તેમજ રાષ્ટ્રપતિએ પણ નિષ્પક્ષતા અને નિષ્પાપપણું જાળવવાનો ધર્મ બજાવવો જોઈએ, જેથી એમના પદ આંગળીચીંધ ન બને !

આખરે તો કોઈ પણ વહિવટી કામગીરીમાં અને રાજકીય આદાન પ્રદાનમાં પ્રજાનો વિશ્ર્વાસ જ‚રી બને છે. જો પ્રજાનો વિશ્ર્વાસ ખોઈ બેસાય તો લોકશાહી શાસન પધ્ધતિ વગોવાયા વિના ન રહે અને તે પ્રજાને વિદ્રોહ-વિપ્લવનો આશરો લેવા પ્રેરે, એ ભૂલવા જેવું નથી.

આપણા દેશ ઉમદા શિક્ષકો, નેકદિલ નેતાઓ, વિશુધ્ધ રાજસત્તા અને વતનપરસ્ત ધર્મસત્તાની ખોટ કે એને લગતો શૂન્યાવકાશ વહેલામાં વહેલી તકે પૂરી લેવો જ પડશે અને ભામાશા, મહારાણા પ્રતાપ,બાળગંગાધર તિળક, ચાણકય, મહાત્મા ગાંધી, શ્રી કૃષ્ણ વગેરે મહામાનવોને ફરી ઘડવાની તથા આપણા દેશને સુવર્ણયુગનું અને રામરાજયનું દર્શન કરાવવા સજજ થવું પડશે.

મહારાષ્ટ્રની ઘટનાનો આ જ સારાંશ છે અને આ જ ઉપદેશ છે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.