Abtak Media Google News

નિષ્ફળતાનો દર હટતા જ રનની ભુખ ઉઘડી: મયંક અગરવાલ

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર મયંક અગરવાલ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના બીજા દિવસે શુક્રવારે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ તેની કારકિર્દીની બીજી બેવડી સદી છે. તેણે બાંગ્લાદેશી બોલર મેંહદી હસનના બોલ પર સિક્સર ફટકારીને પોતાની બેવડી સદી પૂરી કરી હતી. મયંક અગરવાલ ૩૩૦ બોલમાં ૨૮ ચોગ્ગા અને આઠ સિક્સરની મદદથી ૨૪૩ રન નોંધાવીને મેંહદી હસનના બોલ પર જ આઉટ થયો હતો. શુક્રવારે બીજા દિવસના અંતે ભારતે તેના પ્રથમ દાવમાં છ વિકેટે ૪૯૩ રનનો જંગી સ્કરો નોંધાવ્યો છે.

બાંગ્લાદેશને પ્રથમ દાવમાં ૧૫૦ રનમાં આઉટ કર્યા બાદ ભારતે ૩૪૩ રનની સરસાઈ મેળવી લીધી છે. આ દરમિયાન મયંક અગરવાલે ક્રિકેટના લિજેન્ડરી બેટ્સમેન સર ડોન બ્રેડમેનના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.  મયંક સૌથી ઓછી ઈનિંગ્સમાં બે બેવડી સદી નોંધાવનારા બેટ્સમેનોમાં બીજા ક્રમે આવી ગયો છે. મયંકે ૧૨ ઈનિંગ્સમાં બે બેવડી સદી ફટકારી છે જ્યારે ડોન બ્રેડમેને ૧૩ ઈનિંગ્સમાં બે બેવડી સદી નોંધાવી હતી. આ યાદીમાં ટોચ પર ભારતનો જ વિનોદ કાંબલી છે જેણે ફક્ત પાંચ ઈનિંગ્સમાં બે બેવડી સદી ફટકારી હતી. મયંકે ૯૮ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. શુક્રવારે ચેતેશ્વર પૂજારા આઉટ થયા બાદ સુકાની વિરાટ કોહલી પણ ઝડપથી આઉટ થઈ ગયો હતો. ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૧૧૯ રનનો હતો. ત્યારબાદ મયંક અને અજિંક્ય રહાણેની જોડીએ બાજી સંભાળી હતી. આ જોડીએ ચોથી વિકેટ માટે ૧૯૦ રનની ભાગીદારી નોંધાવી હતી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 2

રહાણે ૮૬ રન નોંધાવીને આઉટ થયો હતો. અગાઉ મયંક અગ્રવાલે સાઉથ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી. મયંકે ગત મહિને વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટમાં ૨૧૫ રનની ઈનિંગ્સ રમી હતી. આ તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી હતી. તે મેચમાં તેણે ૩૭૧ બોલનો સામનો કર્યો હતો જેમાં ૨૩ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. બેવડી ફટકાર્યા બાદ મયંક અગરવાલે જણાવતા કહ્યું હતું કે, જયારથી નિષ્ફળતાનો ડર હટયો ત્યારથી જ રનની ભુખ ઉઘડી હતી. સદી ફટકાર્યા બાદ મયંક અગ્રવાલે ડ્રેસીંગરૂમ તરફ નજર કરી ત્યારે કેપ્ટન કોહલીએ સાંકેતિક રીતે બેવડી ફટકારવાનો ઈશારો કર્યો હતો જે બાદ મયંકે બેવડી પણ ફટકારી હતી એ સમયે જયારે મયંક દ્વારા બેવડી ફટકારવામાં આવી ત્યારે ફરીથી કોહલીએ ત્રેવડી ફટકારવાની જાણ કરી હતી પરંતુ મયંક ૨૪૩ રન બનાવી આઉટ થયો હતો.

પીંક બોલથી રમાનાર ટેસ્ટ મેચથી ભારતીય ટીમને ઉતેજના !

પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ કે જે પીંક બોલથી રમાવવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમમાં ઉતેજના જોવા મળી રહી છે જેનું એકમાત્ર કારણ એ છે કે પીંક બોલને વાતાવરણ ખુબ જ વધુ અસર કરે છે અને સાંજનાં ૬ થી ૮ દરમિયાનનો સમય જે રહેશે તે તમામ ખેલાડીઓ માટે કપરો રહે તેવી સંભાવના સેવાઈ રહી છે. સંઘ્યા થતાની સાથે જ ખેલાડીઓને પીંક બોલને જોવામાં તકલીફ પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે જયારે બીજી તરફ પીંક બોલર વધુ સ્વીંગ થતા ભારતીય બેટસમેનો પીંક બોલને કેવી રીતે રમવું તેની નેટ પ્રેકટીસ પણ કરી રહ્યા છે. આ તકે ભારતનાં દિગ્ગજ સ્પીનરો જેવા કે આર.અશ્વિન અને કુલદિપ યાદવે પણ પીંક બોલ ઉપર હાથ અજમાવ્યો હતો.

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સ ખાતે ૨૨થી ૨૬ નવેમ્બર દરમિયાન પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમશે. ટીમ મેનેજમેન્ટે મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનને ઇન્દોર ખાતે ફ્લડલાઈટ્સમાં ટ્રેનિંગ કરવાની રિકવેસ્ટ કરી હતી. સેક્રેટરી મિલિન્દ કાંમાદીકરે આ વાત કંફર્મ કરી હતી અને કહ્યું હતું કે, એસોસિયેશન ખુશ છે કે તેઓ ખેલાડીઓને પિન્ક બોલ સાથે સેટ થવામાં મદદ કરશે. અમને ટીમ ઇન્ડિયાએ રિકવેસ્ટ કરી હતી કે પિન્ક બોલ ટેસ્ટને ધ્યાનમાં રાખતા તેમને લાઇટ્સમાં ટ્રેનિંગ કરવી છે. અમે આ માટે તૈયારી કરી રહ્યા છીએ. અજિંક્ય રહાણેએ આજના દિવસની શરૂઆતમાં કહ્યું હતું કે, હું ડે-નાઈટ ટેસ્ટ માટે બહુ ઉત્સુક છું, આ ટીમ માટે એક નવો પડકાર છે. મને નથી ખબર કે પિન્ક સાથે રમવાનો અનુભવ કેવો રહેશે પરંતુ બે વખત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધા પછી આ અંગે આઈડિયા આવી જશે. ત્યારબાદ અમને ખબર પડશે કે બોલ કેટલો સ્વિંગ થાય છે અને કઈ રીતે રમવાનું છે. હું માનું છું કે એક બેટ્સમેન તરીકે અમે જેટલું લેટ રમીએ તેટલું સારું કારણકે લેટરલ મૂવમેન્ટ જરૂર હશે. અગાઉ ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે, “હું ૨૦૧૬/૧૭માં પિન્ક બોલથી રમ્યો હતો. તેને ઘણો ટાઈમ થઇ ગયો છે, એટલે તેનાથી ફાયદો નહીં થાય. પરંતુ તે અનુભવ ચોક્કસ મદદગાર સાબિત થશે. તમે પિન્ક બોલથી રમ્યાં હોવ તો તમને ખબર હોય છે કે બોલ શું કરશે અને તમારે ક્યાં પ્રકારના પડકાર માટે તૈયાર રહેવાનું હોય છે.” તેમજ તેણે વધુ ઉમેરતા કહ્યું કે, મને લાગે છે કે રાત્રે બોલ જોવામાં તકલીફ પડી શકે છે. જોકે ક્રિઝ ઉપર સમય પસાર કર્યા પછી બેટિંગ કરવી સરળ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.