Abtak Media Google News

દેર સે આયે દુરસ્ત આયે

સંસ્કૃત ભાષાનું મહત્વ વધારતો સરકારનો નિર્ણય

ભારતની પ્રાચીન ભાષાની બોલબાલા આજે પણ છે. પૂરાણો વૈદો જે ભાષામાં લખાયા છે. અને વર્ષો પૂર્વે લોકભોગ્ય હતી તે સંસ્કૃત ભાષાનું સરકારને પણ મહત્વ સમજાવા લાગ્યું છે. સરકારે ત્રણ કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીને સંસ્કૃત મહાવિશ્ર્વવિદ્યાલયનો દરજજો આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે સંસદમાં ત્રણ ડિમ્ડ સંસ્કૃત યુનિ.ઓને કેન્દ્રીય યુનિ.માં તબદીલ કરવાનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

સંસદે સોમવારે સંસ્કૃત યુનિ. બીલ ૨૦૧૯ અગાઉ રાજયસભામાં ધ્વની મતથી બહાલ કરવામાં આવ્યું હતુ તેને લોકસભામાં પણ પારિત કરવામાં આવ્યું હતુ.

સંસ્કૃત યુનિ. દ્વારા ૨૦૧૯ ત્રણ સંસ્કૃત યુનિ.ને પૂર્ણ યુનિ. દરજજો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન શ્રી લાલ બહાદૂર શાસ્ત્રી સંસ્કૃત વિદ્યાપીઠ અને રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ , તિરૂપતિ, ડિમ્ડ યુનિ.ઓને કેન્દ્રીય યુનિ.ઓમાં તબદીલ કરવામાં આવી છે.

સંસ્કૃત યુનિ. ૨૦૧૯ ધારાનો પ્રસ્તાવ રાજયસભમાં માનવ સંશાધન મંત્રક્ષ રમેશ પોખરીયાલ નિશંખ દ્વારા લાવવામાં આવ્યો હતો. મંત્રી રમેશ નિશખે જણાવ્યું હતુકે અમે રાષ્ટ્રીયભાષાઓનાં સશકિતકરણ માટે પ્રતિબધ્ધ છીએ.

દેશની ત્રણ ડિમ્ડ સંસ્કૃત યુનિ.ઓને કેન્દ્રીય મહાવિદ્યાલય યુનિ.નો દરજજો આપવાના સરકારના આ પ્રયાસોથી સંસ્કૃત ભાષાના સશકિતકરણની સાથે સાથે વૈદ પુરાણ અને ખાસ કરીને આયુર્વેદ શાસ્ત્રના અધ્યયન માટેની નવી દિશાઓ ખૂલશે વિશ્ર્વની પ્રાચીન ભાષાઓમાં મહત્વનું સ્થાન ધરાવતી સંસ્કૃત ભાષાનું વિશ્ર્વમાં મહત્વ વધતુ જાય છે.

2.Tuesday 2

સંસ્કૃતમાં લખાયા છે આપણા વેદ, પૂરાણો

ભારતમાં વર્ષો પૂર્વે લખાયેલા વેદ અને પૂરાણો સંસ્કૃત ભાષામાં લખાયા છે. દેશમાં બોલાતી અંગ્રેજી સહિતની ભાષાઓની સરખામણીએ સંસ્કૃત ભાષા એકદમ ચોખ્ખી છે. અને સ્પષ્ટ છે.

આપણા ચાર વેદ અને અન્ય પૌરાણિક ગ્રંથો લખાયા છે. તે લોકભોગ્ય સંસ્કૃત ભાષામાં જ લખાયા છે. આપણા ગ્રંથોનું દેશમાં તો મહત્વ છે જે વૈશ્ર્વિક કક્ષાએ પણ મહત્વ વધતુ જાય છે. વર્તમાન સમયની કેટલીક શોધ કે હકિકતો આપણા વેદ, પૂરાણોમાં ઉલ્લેખાયેલી છે.

સરકાર પણ સમજે છે સંસ્કૃતનું મહત્વ

આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતનું સરકાર મહત્વ સમજે છે. અને તેના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્કૃતિના પ્રસાર માટે ત્રણ સંસ્કૃત યુનિ.ની સ્થાપના કરવામાં આવી છે. અને હવે તેને વૈશ્ર્વિક કક્ષાની બનાવવા પ્રાસો હાથ ધરાયા છે. અગાઉ તત્કાલીન મંત્રક્ષ સ્વ. સુષ્મા સ્વરાજે પણ એક વખત કહ્યું હતુ કે દેશમાં બોલાતી ભાષાઓમાં સંસ્કૃત ભાષા સરળતાથી બોલાતી ભાષા છે. અને તે બોલવામાં સ્પષ્ટ છે. સરકાર આપણી સંસ્કૃત ભાષાના મહત્વને સમજે છે એટલે તેને વિકસાવવા વધારે ઉપયોગ કરવા પ્રયાસો કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.