Abtak Media Google News

લોકસભામાં એનઆઈએ સંશોધન બિલ થયું પસાર

દેશભરમાં નેશનલ ઈન્ટેલીજન્સીનું પ્રાધાન્ય અને તેનો વ્યાપ વધારવા માટે સરકારે લોકસભામાં એનઆઈએ સુધારા બિલ ૨૦૧૯ને પસાર કર્યું હતું જેથી આ બિલ થકી નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી વિદેશી ધરતી પર પણ તપાસ કરી શકશે જેનો તેઓને અધિકાર પણ આપવામાં આવ્યો છે.

Advertisement

લોકસભામાં આ બિલ ૬ વિરુઘ્ધ ૨૭૮ બિલથી પસાર થયું હતું જે હવે રાજયસભામાં રજુ કરાશે.

આ બિલ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને અસુદીન ઓવૈસી વચ્ચે ગરમા-ગરમ ચર્ચા થઈ હતી. એનઆઈએ વિશે જો વાત કરવામાં આવે તો એનઆઈએ દેશ વિરોધી પ્રવૃતિ કરનાર તત્વો સામે લાલ આંખ કરશે જેનાં માટે સરકારે તેનાં દાંત વધુ તિક્ષ્ણ કર્યા છે.

અમિત શાહે ૨૦૦૨માં ઘડાયેલા આંતકવાદ વિરોધી ધારા કવોટાને રદ કરવા માટે યુપીએ સરકારની પણ ટીકા કરી હતી ત્યારે આ મુદ્દે અસુદીન ઓવૈસીએ આ બિલ પર મત વિભાજનની માંગ કરી હતી. અમિત શાહે પણ કહ્યું હતું કે, તેઓ પણ ઈચ્છે છે કે, મત વિભાજન થાય જેથી ખ્યાલ આવે કે કોન ત્રાસવાદ સામે લડી રહ્યું છે અને કોન તેનાં સમર્થક છે.

કોંગ્રેસનાં અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, તમામ લોકો બિલનું સમર્થન કરે છે ત્યારે વિપક્ષે એનઆઈએનાં અધિકારોનો દુરઉપયોગ ન થાય તે જોવા પર ભાર મુકયો હતો.

એનઆઈએ બિલમાં અનેકવિધ સુધારા-વધારા કરવામાં આવ્યા છે જેમાં વિદેશમાં ભારતીયો કે ભારતનાં હિત વિરુઘ્ધ ગુનાની તપાસ એનઆઈએ દ્વારા કરી શકાશે તથા વિદેશમાં કોઈપણ ગુના અંગે ફરિયાદ દાખલ કરી શકશે અને કેસ પણ કરી શકાશે ત્યારે લોકસભામાં બિલ પસાર થયા બાદ નવા ગુનાની તપાસ નેશનલ ઈન્ટેલીજન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે તેમ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું. ભારતની તમામ ઈન્ટેલીજન્સ એજન્સી કે જે દેશ વિરોધી અથવા તો આતંકવાદ સામે લડી રહી છે ત્યારે એનઆઈએ માટે સરકારે છુટો દૌર આપ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. હાલ એનઆઈએ દ્વારા ૨૭૨ કેસો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાંનાં ૧૯૯ કેસો પર ચાર્જશીટ ફાઈલ કરાઈ છે.

ગૃહમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૨૭૨ કેસો સામે કોર્ટે ૫૧ કેસોનાં જજમેન્ટ આપી દીધા છે અને ૪૬ કેસોમાં આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે.

નેશનલ ઈન્ટેલેજન્સ એજન્સીને કોઈપણ ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ પણ પ્રકારની લીંક નથી તે માત્ર દેશની રક્ષા માટે કાર્ય કરતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.