Abtak Media Google News

રોકડ રૂ ૫૧ હજાર સહિત કુલ ૨.૩૧ લાખનો મુદામાલ કબજે

ગજડી ગામમાં આવેલ દેવદાનભાઈ સવસેટાની વાડી બાજુમાં આવેલ જાહેર જગ્યામાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા કુલ ૧૪ ઈસમમાંથી ૮ ઈસમને રોકડા રૂ ૫૧,૩૦૦/- તથા ગંજી પતાના પાના કુલ ૫૨ જેની કિ.રૂ ૦૦/૦૦ તથા નાસી જનાર છ ઈસમોનાં વાહનો જેમાં ૩ મોટર સાયકલ તથા એક કાર જેની કિં રૂ ૧,૮૦,૦૦૦/- ગણી કુલ રૂ ૨,૩૧,૩૦૦/-નાં મુદામાલ સાથે આયદાનભાઈ ભુરાભાઈ સવસેટા (જાતે.બોરીચા, ઉ.વ.૬૦, ધંધો.ખેતી, રે.ગજડી ગામ, તા.ટંકારા, જી.મોરબી), અતુલભાઈ અમરશીભાઈ ડોરીયા (જાતે.પટેલ, ઉ.વ.૪૯, ધંધો.ખેતી, રે.બગથળા, તા.જી.મોરબી), ધારેશભાઈ ભેમજીભાઈ ચનિયારા (જાતે.પટેલ, ઉ.વ.૩૬, ધંધો.ખેતી, રે.પિઠડગામ, તા.જોડિયા, જી.જામનગર), ધનશ્યામભાઈ બેચરભાઈ સતોકી (જાતે.પટેલ, ઉ.વ.૪૭, ધંધો.નિવૃત, રે.પચાસર રોડ, મોરબી), વલમજીભાઈ આણદાભાઈ જીવાણી (જાતે.પટેલ, ઉ.વ.૬૦, ધંધો.ખેતી, રે.ધુનડા, તા.જી.મોરબી), સાકેતભાઈ લક્ષમણભાઈ વિરમગામા (જાતે.પટેલ, ઉ.વ.૨૭, ધંધો.વેપાર, રે.વાવડી રોડ, પટેલવાડી સામે મોરબી), લક્ષમણભાઈ અમરશીભાઈ વિરમગામા (જાતે.પટેલ, ઉ.વ.૫૧, ધંધો.નિવૃત, રે.વાવડી રોડ, પટેલવાડી સામે મોરબી અને ભરતભાઈ પરબતભાઈ અમૃતીયા (જાતે.પટેલ, ઉ.વ.૪૬, ધંધો. મજુરી, રહે.દરબારગઢ સ્વામિનારાયણ શેરી, મોરબી પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.