Abtak Media Google News

જેતપુરમાં મિશનવિધાનો શુભારંભ કરાવતા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની શૈક્ષણિક ગુણવત્તા ને વધુને વધુ શ્રેષ્ઠતમ બનાવવાના ભાગરૂપે આજથી રાજ્ય સરકાર દ્વારા  “મિશન વિદ્યા”નો પ્રારંભ કરવામાં આવેલ છે.આમાં નબળાં પરિણામો અને વાંચન લેખન માં નબળા બાળકોને સરકારી પ્રાથમિક શાળાઓમાંજ શાળા સમય પહેલા એક કલાક અને શાળા સમય દરમિયાન બે કલાક એમ દરરોજ આગામી એક મહિના સુધી બાળકોને ઉપચારાત્મક શૈક્ષણિક કાર્ય મિશન વિદ્યા  ના સમયગાળામાં કરાવી તે બાળકો ના  જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને શૈક્ષણિક રીતે વધુ ગુણવતા સભર બને તેવા ઉપચારાત્મક કાર્ય “મિશન વિદ્યા” નો પ્રારંભ જેતપુર જાગૃતિ નગર શાળા નંબર ૧૧ માં અન્ન અનેનાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા એ દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો. અને દરેક વર્ગખંડમાં બાળકોનું શૈક્ષણિક મૂલ્યાંકન કરેલ અને શિક્ષકો ને જરૂરી સૂચનો કર્યા હતા.2 68આ આ પ્રસંગે મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો નું શૈક્ષણિક સ્તર વધુ ને વધુ શ્રેષ્ઠ અને ગુણવત્તા સભર બને અને બાળકોના અભ્યાસ માં કોઈપણ ક્ષતિ રહી ગયેલ હોય તો આ “મિશન વિદ્યા”ના માધ્યમે વધુ ને વધુ શૈક્ષણિક કાર્ય કરાવી  વધુ માર્ગદર્શન આપી બાળકોમાં રહી ગયેલી નબળાઈઓ દૂર કરી બાળકો કેમ વધુ હોશિયાર બને તે માટે રાજ્ય સરકાર અને  શિક્ષણ વિભાગ ઘનિષ્ઠ પ્રયાસો કરી રહેલ છે.

Advertisement

આ પ્રસગે અગ્રણી  ગોરધભાઈ ધમેલિયા. બી આર. સી.  સંજય ભાઈ વેકરીયા. શાસનાધિકારી  મુજલ બળમલિયા. આચાર્ય શ્રી.માકડિયા.તેમજ નિખિલ મહેતા. અને રોહિત ભાઈ પેથાણી.ની વિશેષ ઉપસ્થિતિ રહેલ. આ પ્રસંગે મંત્રી  જયેશ ભાઈ રાદડિયા એ મધ્યાન ભોજન ની જાતે તપાસ કરી ભોજન સામગ્રી જોઈ હતી.ને શાળા ના શિક્ષકો સાથે “મિશન વિદ્યા” ગ્રુપ ફોટો લઈ ને શિક્ષકો ના ઉત્સાહ ને પ્રોત્સાહન પૂરું પડેલ હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.