ભાવિકોની યાત્રા સુખદ રહે માટે સરકારે ટેકનોલોજીનો સહારો લીધો

યાત્રાળુઓને ફક્ત એક ક્લિક કરતા જ ત્વરિત  એમ્બ્યુલન્સ સેવાનો મળશે લાભ: જીપીએસ ટ્રેક કરી રિયલ ટાઈમ એક્સેસ મેળવી શકાશે

આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે યાત્રાળુઓની યાત્રા સંપૂર્ણ સુખદ બને માટે સરકારે વિશેષ આયોજનો કર્યા છે. ચાલુ વર્ષે સરકારે યાત્રાને સુખદ બનાવવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સરકારે એક વેબસાઈટ તેમજ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે જના થકી યાત્રાળુઓબજ તાત્કાલિક મદદ પહોંચી જશે.

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ મનોજ કુમાર દ્વિવેદીએ બુધવારે અમરનાથ યાત્રિકો માટે આરોગ્યસંભાળ સુવિધાઓની સીમલેસ ટ્રેકિંગ અને ઓળખને સક્ષમ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન ’યાત્રા 22’ અને વેબસાઇટ ’ૂૂૂ.ુફિફિં22.ભજ્ઞળ’ લોન્ચ કરી છે.

આ એપ્લિકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન વેબ બ્રાઉઝર દ્વારા પણ એક્સેસ કરી શકાય છે તેવું દ્વિવેદીએ જણાવ્યું છે. લખનપુરથી પવિત્ર ગુફા મંદિર સુધી સરકાર દ્વારા સ્થાપિત કરાયેલી 150 જેટલી આરોગ્યસંભાળ સુવિધાઓ એપ પર ઉપલબ્ધ છે જેમાં તેમના કોઓર્ડિનેટ્સ અને એપ/પોર્ટલને એક્સેસ કરનાર વ્યક્તિથી અંતરનો પણ સમાવેશ થાય છે.

એપ્લિકેશનમાં 200 થી વધુ એમ્બ્યુલન્સનું નેટવર્ક પણ મેપ કરવામાં આવ્યું છે, જેને યાત્રાળુઓ રીઅલ-ટાઇમમાં ઍક્સેસ કરી શકે છે. દ્વિવેદીએ ઉમેર્યું હતું કે, એક બટન પર ક્લિક કરવાથી એમ્બ્યુલન્સ જે વપરાશકર્તાની સૌથી નજીક છે તે સક્રિય થઈ જશે અને વપરાશકર્તાના સ્થાન પર પહોંચી જશે. આ એમ્બ્યુલન્સ દિશાનિર્દેશો અને નજીકની આરોગ્ય સુવિધા સુધી પહોંચવાનો અપેક્ષિત સમય માટે ગુગલ મેપ સાથે પણ મર્જ થશે.

દ્વિવેદીએ ખાતરી આપી છે કે આ એપ્લિકેશન ટૂંક સમયમાં જ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશની તમામ 3500 આરોગ્યસંભાળ સંસ્થાઓને આવરી લેશે અને નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.  તેમણે અધિકારીઓને આ એપ્લિકેશન દ્વારા જમ્મુ કાશ્મીરના સમગ્ર આરોગ્ય માળખાને મેપ કરવા કહ્યું જેથી દરેકને સેવાનો લાભ મળી શકે.