Abtak Media Google News

પાટીદાર આંદોલન બાદ ગુજરાત સરકારે રચેલું બિન અનામત આયોગ બિન અનામતના વર્ગોને લાભ આપવા સક્રિય બન્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, અનામત વર્ગના લોકોને જ નોકરી તેમજ અભ્યાસમાં મળતા લાભ બિન અનામત વર્ગને પણ મળે તે માટે પંચ દ્વારા પ્રયાસો શરુ કરાયા છે. જેમાં સસ્તા દરે શિક્ષણ લોન ઉપરાંત, 35 જેટલી સરકારી યોજનાનો લાભ આપવા વિચારણા ચાલી રહી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, બિન અનામત વર્ગોની જરુરિયાતને જાણવા માટે સરકાર દરેક જિલ્લામાં સર્વે પણ કરાવશે, જેના માટે 500-600 જેટલા સેમ્પલ દરેક જિલ્લામાંથી લેવાશે. આ ઉપરાંત, બેથી ચાર ટકાના દરે એજ્યુકેશન લોન, વિદેશ અભ્યાસ માટે લોન આપવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોનો એક રિપોર્ટ બનાવીને બિન અનામત આયોગ સરકારને સુપ્રત કરશે, અને ત્યાર બાદ તેના પર પગલાં લેવાશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં ચૂંટણી ટાણે જ પાટીદારોએ અનામતની માંગ કરી જોરદાર દેખાવો કર્યા હતા. અનામતનો લાભ મેળવવા માટે અન્ય જ્ઞાતિઓ પણ મેદાનમાં આવી હતી. એટલું જ નહીં, પાટીદારોની નારાજગી તો વિધાનસભા ચૂંટણમાં પણ જોવા મળી હતી, અને 150થી વધુ બેઠક જીતવાની વાત કરતા ભાજપે માત્ર 99 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

હવે જ્યારે લોકસભા ચૂંટણીને માંડ એકાદ વર્ષનો સમય જ રહ્યો છે, ત્યારે બિન અનામત વર્ગોના મત પોતાની વિરુદ્ધ ન પડે તે માટે સરકારે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. વિધાનસભા ચૂંટણી બાદ ટૂંક જ સમયમાં બિન અનામત આગોય બનાવી દેવાયું હતું, અને હવે સવર્ણોને અનામત જેવા લાભ આપવા પણ વિચારણા ચાલી રહી છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.