Abtak Media Google News

ભીના અને સુકા કચરાના એકત્રીકરણ માટે લીલા અને વાદળી કલરનીડસ્ટબીનરેઈટ કોન્ટ્રાકટી ખરીદવાની દરખાસ્તને બહાલી

Advertisement

વર્ષ ૨૦૧૮૧૯નો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને રાજકોટ મહાપાલિકાના દ્વારા ભીના અને સુકા કચરાના અલગ અલગ એકત્રીકરણ માટે નિ:શુલ્ક બે ડસ્ટબીન આપવામાં આવશે. રેઈટ કોન્ટ્રાકટી લીલા અને વાદળી કલરની ડસ્ટબીન ખરીદવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બહાલી આપવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ મહાપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષનો એડવાન્સ ટેકસ નિયમીત રીતે ભરનાર કરદાતાને જ ભીના અને સુકા કચરાના અલગ અલગ એકત્રીકરણ માટે ડસ્ટબીનની ફાળવણી કરવામાં આવતી હતી. દરમિયાન ચાલુ વર્ષના બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા એવી જાહેરાત કરાવવામાં આવી હતી કે એક વર્ષનો એડવાન્સ ટેકસ ભરેલ હશે તેવા કરદાતાને પણ મહાપાલિકાના દ્વારા મફતમાં બે ડસ્ટબીન આપવામાં આવશે. આજે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના નાગરિકોને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સેગ્રીકેશન એટ સોર્સ અન્વયે ૧૨ લીટરની ક્ષમતાની હાઉસ હોલ્ટ ડસ્ટબીન સેટ લીલા અને વાદળી કલરની બે ડસ્ટબીન વિનામુલ્યે આપવા માટે મ્યુનિ.કમિશનરની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી.

એક વર્ષનો એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને નિ:શુલ્ક ડસ્ટબીન આપવામાં આવશે. આગામી દિવસોમાં ટેકસ બ્રાન્ચ દ્વારા એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને મોબાઈલ પર એક મેસેજ કરવામાં આવશે જે મેસેજ દેખાડી તે વોર્ડ ઓફિસ ખાતેી મફત ડસ્ટબીન મેળવી શકશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.