Abtak Media Google News

પરવડે તેવા ભાડાના મકાનો બનાવવા સરકાર ૧૦૦ ટકા વિદેશી રોકાણને આવકારશે: આશરે ૩.૫ લાખ લોકોને મળશે લાભ

દેશને આર્થિક રીતે વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાને અમલી બનાવવામાં આવી હતી જેમાં લોકોને ઘરનું ઘર મળી રહે તે માટેનાં પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાથે સરકાર અને યુનિયન કેબિનેટે અર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષ બનાવવા માટેની જાહેરાત કરી છે અને આ સ્કિમને મંજુર પણ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે, એર્ફોડેબલ રેન્ટલ એકમોડેશનમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણ લેવામાં આવશે. હાલનાં તબકકે વિદેશી રોકાણ માત્રને માત્ર અંડર ક્ધટ્રકશન પ્રોજેકટમાં જ જોવા મળે છે.

આંકડાકિય માહિતી મુજબ આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં શહેરી વિસ્તારમાં કુલ ૬૦ કરોડ લોકો થવાની આશા જોવામાં આવી રહી છે ત્યારે આ આંકડામાંથી ૪૦ ટકા લોકો ઝુંપડપટ્ટીમાં રહે તેવો આંકડો પણ સામે આવ્યો છે પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે હેતુસર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એર્ફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે જેનાથી સાડા ત્રણ લાખ લોકોને સીધો જ ફાયદો પહોંચશે. સરકાર દ્વારા જે રેન્ટલ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે તે આગામી ૨૫ વર્ષ સુધી ભાડા પટ્ટા ઉપર અપાશે અને તેના માટે ક્ધસેશન રેટ પણ નિર્ધારીત કરવામાં આવશે.

જે વિદેશી કંપનીઓ આ પ્રોજેકટમાં રોકાણ કરશે તો તેઓને કયાં પ્રકારનાં ફાયદાઓ અથવા તો સરકારી સહાય મળી શકે તે પણ એટલું જ જાણવું જરૂરી છે. સરકાર દ્વારા તેઓને અનેકવિધ રીતે નાણાકિય સહાય અથવા તો ઈન્સેન્ટીવનાં ધોરણે તેઓને સહાય કરાશે. બીજી તરફ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન અફેર દ્વારા દેશમાં રીયલ એસ્ટેટ ક્ષેત્ર અને બિલ્ડરોના હિત માટે કાર્ય કરતી નારેડકો અને ક્રેડાઈને રિયલ એસ્ટેટ ક્ષેત્રનાં વિકાસ માટે ઈ-કોમર્સ પોર્ટલ અને એપ્લીકેશન લોન્ચ કરવા માટેની મંજુરી આપવામાં આવી હતી. નારેડકોએ તેના વેબ પોર્ટલ ઉપર આશરે ૨.૭૦ લાખ રેડી એપાર્ટમેન્ટની યાદી વેબ પોર્ટલ ઉપર મુકી છે જેમાં ઘર ખરીદનારને અનેકવિધ ઈન્સેન્ટીવ એટલે કે સહાયોની સાથે ૧ ટકા કેશબેક પણ આપવામાં આવશે. બીજી તરફ હરદિપસિંગ પુરી દ્વારા ક્રેડાઈ આવાસ એપ્લીકેશન અને રેરા દ્વારા અપ્રુવ થયેલા ૨૨૦ શહેરોમાં પ્રોજેકટોની યાદી તૈયાર કરવામાં આવી છે પરંતુ સરકાર હવે ગરીબ અને સ્થળાંતરીત કામદારો માટે વિચાર કરી રહી છે અને તેઓને પરવડે તે પ્રકારનાં ક્ધસેશનવાળા ભાડાના મકાનો આપવા માટેનો લક્ષ્ય પણ સાઘ્યો છે જેમાં ૧૦૦ ટકા વિદેશી રોકાણને સમાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.