Abtak Media Google News

સરકારે ટવીટરને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો ટવીટર તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક વસ્તુઓ અને અણગમતા લખણો દુર કરવાની પ્રતિબંધતામાં નિષ્ફળ પુરવાર થશે તો ટવીટરના જવાબદારોને સાત વર્ષની જેલ અને આર્થિક દંડ માટે તૈયાર રહેવું પડશે.

સરકારના આદેશો મુજબ ટવીટરને વાંધાજનક કોમેન્ટ અને લખાણો દુર કરવાની વિનંતી કરવામાં આવી છે જો તેનો અમલ નહીં થાય તો દેશના આઈટી કાયદનો ભંગ ગણીને હવે ટવીટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો સ્પષ્ટ નિર્દેશ કરી દીધો છે.

સરકારી પ્રવકતાએ જણાવ્યું હતું કે, ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ટવીટરને પ્રાથમિક ધોરણે જાળવવામાં આવનાર નિયમોને માહિતી અને અમલવારીની હિમાયત કરી દેવામાં આવી છે. દેશમાં આવનારી ચુંટણીઓને ધ્યાને લઈને કેટલાક ખાસ નિયમોના અમલ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને તેનો અમલ શરૂ કરવાનો રહેશે.

કેટલાક વિસંગતતાને લઈને સમિતિ સમક્ષ ટવીટરના સ્થાપક લેકદોડસિંહને જવાબ ભરવા હાજર થવાનું જણાવાયું હતું પરંતુ તે ઉપસ્થિત નથી રહી શકયા. ફેસબુક અને વોટસએપે પોતાનું માધ્યમનો દુરઉપયોગ નહીં થાય તેવી ખાતરી આપી ચુકયા છે. જયારે ટવીટરના જવાબદારો હજુ આ મામલે ઉદાસીનતા સેવી રહ્યા છે ત્યારે જો હવે ટવીટરના નિયમ ભંગની એક પણ બાબત સામે આવશે તો તેના સંચાલકને સાત વર્ષની જેલ અને આકરા દંડની કિંમત ચુકવવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.