Abtak Media Google News

બહુમાળી ભવનથી તિરંગા યાત્રાનો પ્રારંભ:મેયર બંગલા ખાતે ભાજપના આગેવાનોની બેઠક મળી

દેશની સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ધ્વારા લેવાલેયા નિર્ણયો, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ-એ હટાવી, મુસ્લીમ મહિલાઓને ન્યાય આપતો ત્રિપલ  કાયદો, રામમંદિર માટે  સુપ્રિમ કોર્ટનો નિર્ણય અને રામમંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય, ધર્મના આધારે વિસ્થાપિત થયેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાન ના લઘુમતીઓને નાગિરક્તા આપવા માટે નાગિરક્તા સંશોધન કાયદો (સીએએ) જેવા અનેક રાષ્ટ્રહિતના નિર્ણયો પ્રધાનમંત્રી નરેન્દ્ર્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર લઈ રહી છે. ત્યારે નાગિરક્તા સંશોધન કાયદો-ર૦૧૯ (સીએએ) ના વિરૂધ્ધમાં કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો એ આપેલી પ્રતિક્રિયાઓ સામે દેશભરમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને  દેશમા નાગિરક્તા સંશોધન કાયદો પસાર કરવા બદલ તેમને વિશાળ સંખ્યામાં

જનસમર્થન મળી રહયું છે. ત્યારે આ નિર્ણયને વધુને વધુ મજબુત બનાવવા  રાષ્ટ્રંીય એક્તા સમિતિ ધ્વારા તા.૧૩/રના ગુરૂવારે સવારે ૮:૩૦ કલાકે તિરંગા યાત્રા-ર૦ર૦ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

ત્યારે આ કાર્યક્રમની પૂર્વતૈયારીના ભાગરૂપે શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ અને જિલ્લા ભાજપના અગ્રણીઓની એક  મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ  ડી.કે. સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ  માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા,  મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ, રાજુભાઈ ધ્રુવ, સમાજ અગ્રણીઓ ડો. વિજય  દેશાણી, વી.પી. વૈશ્ર્ણવ, ડો.લાલચેતા, બકુલ રાજાણી, જયોતીન્દ્રભાઈ મહેતા, બાવનજીભાઈ મેતલીયા, શાન્તુભાઈ રૂપારેલીયા, રમેશભાઈ ટીલાળા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ડાભી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકેરાજયના કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના અગ્રણીઓ એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ  ધ્વારા પસાર કરવામાં આવેલ નાગિરક્તા સંશોધન કાયદા-ર૦૧૯  અંગે કેટલાક રાષ્ટ્રવિરોધી તત્વો ધ્વારા સમાજમાં જુઠૃાણુ ફેલાવવામાં આવી રહયું છે ત્યારે વિશ્ર્વમાં તમામ ટોચના દેશોમાં નાગિરકોની યાદી હોય છે. જે ભારત માં ન હતી ત્યારે  સી.એ.એ. નો  કાયદો પસાર થવાથી  પાકીસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનીસ્તાન થી આવેલા વિસ્થાપિતો કે જેમને સરકારી યોજનાનો કોઈ લાભ મળતો ન હતો. તેમને ભારતીય નાગિરક્તા મળવાથી સરકારની લોકહીતકારી અને લોકહીતલક્ષી અનેક યોજનાઓ લાભ મળવાપાત્ર થશે. તા.૧૩/ર ના તિરંગા યાત્રા નો શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પ્રારંભ થઈ – જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ, જાગનાથ મંદીર ચોક, ડી.એચ. કોલેજ, રામકૃષ્ણ આશ્રમ , માલવીયા ચોક, ત્રિકોણ બાગ થઈને જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ખાતે સમાપન થશે. ત્યારે આ તિરંગા યાત્રામાં શહેર અને જિલ્લાના તમામ નાગિરકોને જોડાવવા રાજયના કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, જયેશભાઈ રાદડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરતભાઈ બોઘરા, જયંતીભાઈ ઢોલ  એ જાહેર અનુરોધ કરેલ છે.આ બેઠકની સંપુર્ણ વ્યવસ્થા  શહેર ભાજપ કોષાધ્યક્ષ  અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.