Abtak Media Google News

આગામી 26 ડિસેમ્બરને રવિવારના રોજ પોરબંદર ખાતે નિ:શુલ્ક કેમ્પનું કરાયું આયોજન

દર્દીઓને એલએન4 કૃત્રિમ હાથ નિ:શુલ્ક આપવામાં આવશે સાથોસાથ નવા હાથ મળવાથી લોકો દિનપ્રતિદિન તેના દરેક કામ પણ કરી શકશે : કંર્દપ સોની

કૃત્રિમ હાથ લગાવ્યા બાદ લોકો લખી શકે, ચિત્ર દોરી શકે, કાંટા ચમચીથી ભોજન પણ ખાઈ શકે છે અને સ્કૂટર અને ગાડી પણ ચલાવી શકે છે

કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુસેવા છે ત્યારે હરેકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા એવા લોકો કે જેઓ એ અકસ્માતમાં તેમનું કાંડું ગુમાવી દીધેલું હોય તે સર્વે માટે તદન નિશુલ્ક એલએન 4 કૃત્રિમ હાથ આપી રહ્યા છે. આ પ્રકારના અનેક આયોજનો થકી ફાઉન્ડેશને ખૂબ વિશ્વસનીયતા પણ કેળ વિશે એટલું જ નહીં લોકોનો ભરોસો પણ જીત્યો છે. આ પ્રકારના અસંખ્ય લોકો હશે જેવો ને નવો હાથ મળ્યો છે અને તેઓ તેમના દરરોજના દૈનિક કાર્યો તે હાથથી કરી શકે છે. બીજી તરફ આ કૃત્રિમ હાથ લગાવવાનો ખર્ચ પણ ખૂબ વધુ આવતો હોય છે પરંતુ માનવ સેવાને અપનાવવાના ધર્મ બાદ આ ફાઉન્ડેશનના ચેરપર્સન કંદરપભાઈ સોની કોને નિશુલ્ક હાથ આપી રહ્યા છે. માત્ર મહાનગરોમાં જ નહીં પરંતુ નાનાં શહેરોમાં ગામોમાં પણ તેઓ કેમ્પ યોજી દરેકને હાથ મળી રહે તે માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે.

ક્ધદ્રપભાઈ સોની એલન મિડોસ પ્રોસ્થેટિક હેન્ડ ફાઉન્ડેશન યુ.એસ.એના એમ્બેસેડર પણ છે. સાથ આ અંગે તેઓએ જણાવ્યું હતું કે જે લોકોને આ કૃત્રિમ હાથ મળતો હોય છે તે હાથ નો વજન પણ ખૂબ જ ઓછો હોય છે અને લાંબા સમય સુધી ટકી શકે છે અને દૈનિક કાર્યો કરવામાં પણ આ હાથની મદદ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એટલું જ નહીં જે લોકોએ હાથ મેળવ્યો છે તેઓને ખૂબ જ ફાયદો પહોંચ્યો છે ત્યારે આગામી 26 ડિસેમ્બર 2020 રવિવારના રોજ હરેકૃષ્ણ ફાઉન્ડેશન પોરબંદર ખાતે આવેલા સુરજ પેલેસ ખાતે તદન નિશુલ્ક કેમ્પનું આયોજન કર્યું છે જેમાં તેઓએ આજુબાજુના ગામડાઓ સહીત જે કોઈ લોકો આ કેમ્પમાં આવી પહોંચતા હોય તેમના માટે કેમ્પનું આયોજન પણ કર્યું છે જેમાં દરેક લોકોને જો હાથ ની જરૂર પડે તો તેઓને કૃત્રિમ હાથ આપવામાં આવશે.

હરેકૃષ્ણ ફાઉન્ડેશનના ચેર પર્સન દ્વારા કરવામાં આવતી કામગીરી અને સેવાને ખૂબ ખ્યાતિ પણ મળેલી છે રાજકીય ક્ષેત્રે પણ તેઓનું બહુમાન થયેલું છે અને હાલ તેઓ અમેરિકાની સંસ્થા સાથે જોડાયેલા પણ છે અને તેઓ તેના એમ્બેસેડર પણ છે. લોકોએ આ પ્રકારના હાથ મેળવવા નો લાભ લીધેલો છે તેઓ હું કહેવું છે કે હરેકૃષ્ણ ફાઉન્ડેશન ખરા અર્થમાં માનવ સેવા કરી રહ્યું છે અને તે અંગેની વિશ્વસનીયતા પણ વધુ છે જેથી પ્રકારના લોકો કે જેઓ પોતાનો હાથ ગુમાવ્યો હોય તેઓએ સંસ્થામાં આવવું જોઈએ અને પોતાનો નિશુલ્ક ઈલાજ કરાવવો જોઈએ.

કૃત્રિમ હાથ લગાવવાથી થતા ફાયદા

હાથ લગાવવાના અનેક ફાયદાઓ જોવા માં આવી રહ્યા છે. આ જે વ્યક્તિ એ કૃત્રિમ હાથ લગાવેલા હોય તેવો યોગ્ય રીતે હાથનું ઉપયોગ કરી શકે છે સાથોસાથ સ્કૂટર અથવા ગાડીને પણ ચલાવી શકે છે. એટલું જ નહીં તેઓ કાંટા ચમચી સાથે ખોરાક પણ આરોગી શકે છે. કૃત્રિમ હાથ લગાવવાના અન્ય ફાયદાઓ એ પણ છે કે જે વ્યક્તિ લખી ન શકતો હોય તે લખાણ પણ કરી શકે અને જેને ડ્રોઈંગ કરવાનો શોખ હોય તે આ હાથ લગાવ્યા બાદ સારી રીતે ચિત્ર પણ દોરી શકે છે. જેથી અકસ્માતમાં જે કોઈ વ્યક્તિએ કાંડુ ગુમાવ્યું હોય તેઓએ આ પ્રકારના કેમ્પમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે જેથી આ પ્રકારના લોકોને યોગ્ય રીતે સારવાર મળી રહે અને નિશુલ્ક કૃત્રિમ હાથ પણ મળે.

આસપાસના કોઈ વ્યક્તિને આ પ્રકારના લોકો મળે તો તેને સંસ્થાનો સંપર્ક કરાવડાવો

હરેકૃષ્ણ ફાઉન્ડેશન ના સ્થાપક એ માહિતી આપતા જણાવ્યું હતું કે અકસ્માતમાં જે વ્યક્તિએ કાંડું ગુમાવ્યું હોય તેવા લોકોની ખબર કોઈ આસપાસના લોકોને પડે તો તેઓનો સંપર્ક હરેકૃષ્ણ ફાઉન્ડેશન ખાતે કરાવો અને આગામી 26 ડિસેમ્બરના રોજ પોરબંદર ખાતે જે કેમ્પનું આયોજન થયું છે તેમાં પણ તેને સહભાગી કરી શકાશે જેના માટે સંસ્થા ય નોંધણી કરવા માટેના નંબરો આપેલા છે જેમાંથી (મો) 9909862355 અને (મો) 9173759638 સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી શકે છે. રાજ હંસ થાય એવી પણ જાહેરાત કરી છે કે જે લોકો આ કેમ્પમાં સહભાગી થશે તેમના માટે નિશુલ્ક ચા-પાણીની વ્યવસ્થા કરેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.