Abtak Media Google News

Table of Contents

આજે વિશ્વ પર્વત દિવસ છે .  વિશ્વમાં એવા પર્વતો આવેલા છે જો  કોઈ ચઢવા જાય તો ચઢી નથી શકતા અને મૃત્યુ પામે છે. આવા  ખતરનાક પર્વતો વિશે જાણીએ . 

1. અન્નપૂર્ણા, નેપાળ (26,545 ફૂટ) :—

Dangerous Mountains - Annapurna

ઉત્તર-મધ્ય નેપાળમાં આવેલો  અન્નપૂર્ણા પર્વતને  પૃથ્વી પરનો સૌથી ભયંકર પર્વત માનવામાં આવે છે.,  અને તે ચઢવામાં સૌથી મુશ્કેલ છે. 26,545 ફૂટની ઉંચાઈ પર તે આવેલ છે .  તે ગ્રહ પરનું 10મું સૌથી ઊંચું શિખર છે અને તેના વારંવાર  અચાનક હિમપ્રપાત માટે જાણીતું છે.

અન્નપૂર્ણાની  ટોચ પર પહોંચતા દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ મૃત્યુ પામે છે.

2. K2, પાકિસ્તાન (28,251 ફૂટ) :—-

Dangerous Mountains - K2

પાકિસ્તાનનું K2 ઊંચાઈની દ્રષ્ટિએ એવરેસ્ટ પછી બીજા ક્રમે છે, પરંતુ તે ચડવું વધુ મુશ્કેલ છે., K2 એવરેસ્ટ કરતાં ચડવું વધુ પડકારજનક છે. 28,251 ફૂટની ઉંચાઈ સાથે અને ઢોળાવ જે અદ્ભુત ટેકનિકલ-ક્લાઇમ્બીંગની જરૂર પડે છે , K2ને “પર્વતારોહનો પર્વત” ગણવામાં આવે છે. પરંતુ પ્રક્રિયામાં તેનો પ્રયાસ કરનાર ચારમાંથી એક ક્લાઇમ્બર્સ મૃત્યુ પામે છે, તેથી K2 એ “સેવેજ માઉન્ટેન” નો ઉપનામ પણ મેળવ્યો છે.

3. નંગા પરબત, પાકિસ્તાન (26,660 ફૂટ):—-

Dangerous Mountains - Manga Parbat

જો કોઈ પર્વત હોય જે ટેકનિકલ મુશ્કેલીના સંદર્ભમાં K2 ને ટક્કર આપી શકે તો તે નંગા પર્વત છે. 26,660 ફૂટ ઊંચાઈએ આવેલો છે . K2 ની જેમ, નંગા પર્વત શિયાળા દરમિયાન ક્યારેય શિખર પર પોહચી શકાતું નથી.  જોકે અસંખ્ય આરોહકો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા છે. 22 ટકાથી વધુના મૃત્યુ દર સાથે, પર્વત ચઢનારા લોકો ત્યાં  પહોચતાબ પહેલા જ મૃત્યુ પામે છે તે માટે  “મેન ઈટરનું અપશુકન નામ મેળવ્યું છે.

4. કંગચેનજંગા, નેપાળ/ભારત (28,169 ફૂટ):—-

Kangchenjunga - Wikipedia

નેપાળ અને ભારતની સરહદે આવેલું, કંચનજંગા વિશ્વનું ત્રીજું સૌથી ઊંચું શિખર છે જે 28,169 ફૂટ છે. પર્વત તેના અત્યંત અણધારી હવામાન માટે જાણીતો છે. અવિશ્વસનીય રીતે ઠંડુ તાપમાન અને વારંવાર હિમપ્રપાતના લીધે  સમગ્ર વિશ્વમાં સૌથી મુશ્કેલ ચઢાણોમાંનું એક છે . કંગચેનજંગાનો મૃત્યુ દર લગભગ 20 ટકા છે, દર પાંચમાંથી એક ક્લાઇમ્બરનું મૃત્યુ થાય છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.