Abtak Media Google News

‘પંછી બનું ઉડતી ફીરૂ  મસ્ત’ ગગન મે…..

વિશ્વભરની પક્ષીઓની લાખો પ્રજાતિઓ ઋતુ ચક્રોના ફેરફારે લાખો કિ.મી.નો પ્રવાસ ખેડીને એક દેશમાંથી બીજા દેશમાં ત્રણ-ચાર માસનો પડાવ કરે છે. આ વિદેશી પક્ષીઓનો નઝારો મનને પ્રફુલ્લિત કરી દે છે. રાજકોટની ભાગોળે આવેલા ન્યારી ડેમના કુદરતી વાતાવરણમાં વહેલી સવારે યાયાવર પક્ષીઓનો કલરવ મન મોહી લે છે, બર્ડ વોચર્સ માટે આ પ્રવર્તમાન ઋતુનું મસ્ત-મસ્ત વાતાવરણ શ્રેષ્ઠ હોય છે.

Img 0240 C જાણિતા પક્ષીપ્રેમી ભાવેશ ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે યુરોપમાં બરફ જામી જવાથી ખોરાક પાણીમાંથી મેળવવાની તકલીફને કારણે ત્યાંના વિદેશી પંખી યુરોપથી રશિયા, કઝાકિસ્તાન, મંગોલિયા, પાકિસ્તાન થઇને કચ્છમાં આવતા હોય છે. જયાંથી સમગ્ર ગુજરાતમાં તેઓ જતા હોય છે. આ ગામો નવે. થી ફ્રેબ્રુઆરીના અંત સુધી ચારે માસનો રહે છે.

Img 0483 C

રાજકોટમાં ર00 થી વધુ બર્ડ વોચર્સ અને તેટલા જ નેચરના ફોટોગ્રાફસ છે જેને આ સમયે સુંદર નઝારા સાથે સારા ફોટા કલીક થાય છે.રાજકોટની આસપાસ આવેલા ન્યારી, રાંદરડા, આજી ડેમ જેવા વિવિધ પાણી વિસ્તારોમાં પેલિકન, બ્લેક ડક, બ્રાઉન હેડેડ ડક, બ્લેક હેડેડ આઇબીસ (ભારતીય) સાથે સીગલની પ્રજાતિઓ આપણાં શહેર આસપાસ વિશેષ જોવા મળે છે. મલાડ, બીન ટેઇલ અને સો વેલર જેવા પક્ષીઓનો વ્હેલી સવાર નો નઝારો ખુબ જ મન મોહક હોય છે.

Img 0627 Cપૃથ્વી પર રહેતા દરેક માનવીને હવામાં ઉડવું ગમે છે, પણ તેના માટે પાંખની જરુરીયાત પડે જે  કુદરતે આપી નથી. સંર્વાગી વિકાસ માટે ઉડવાની પ્રક્રિયામાં માણસ લક્ષ્ય આધારીત પ્રવૃત્તિ કરે તેવી જ રીતે આ વિદેશી પંખીઓ પોતાના અસ્તિત્વ ટકાવવા આ લાંબી યાત્રાઓ કરતાં હોય છે.  હજારો કિ.મી.ના પ્રવાસમાં સમુહમાં ઉડતી વખતે સૌથી આગળ અનુભવી બર્ડ વચ્ચે સીનીયર બર્ડ અને છેલ્લે યુવા બર્ડની વ્યવસ્થા હોય છે. આગળ ઉડતા પક્ષીઓ ના વિવિધ અવાજો સમગ્ર ટોળાને દિશા નિર્દેશ કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.