Abtak Media Google News

રાજ્યની સરકારી કોલેજોમાં ખાલી 1100થી વધુ જગ્યા માટે 2019માં જાહેરાત બાદ 2021માં ઇન્ટરવ્યૂ શરૂ કરાયા હતા

રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની અંદાજ 1100થી વધારે જગ્યાઓ ભરવા માટે છેલ્લા કેટલાય મહિનાઓ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં ચૂંટણી આચારસંહિતા આવતીકાલે પૂર્ણ થતા જ ફરી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ચૂંટણીના કારણે આ પ્રકિયા વિલંબમાં હતી.હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી પ્રક્રિયા સ્થગિત કરવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

રાજ્યની આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની જુદી જુદી કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રો કહે છે હાલમાં કોમર્સમાં એકાઉન્ટન્ટ, સ્ટેટ સહિતના વિષયોમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હજુ અનેક વિષયોમાં પ્રક્રિયા બાકી રહી છે. આ દરમિયાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અધ્યાપકોની ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.રાજ્ય સરકાર દ્વારા આ ભરતી પ્રક્રિયા છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે જે કાર્યવાહી ચાલુ હોય તેને અટકાવવામાં આવતી નથી.

અધ્યાપકો કહે છે પ્રક્રિયા ચાલુ હતી ત્યારે સળંગ છ માસ સુધી કાર્યવાહી કર્યા બાદ અગમ્ય કારણોસર છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. હવે નવેસરથી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ચૂંટણી જાહેર થતાં સત્તાવાર રીતે પ્રક્રિયા અટકાવાની જાહેરાત કરી દેવામાં આવી છે. અધ્યાપકોની ભરતી માટે મોટાભાગે સરકારી કોલેજના અધ્યાપકો કામગીરી કરતાં હોય છે. હાલમાં ચૂંટણીના કારણે મોટાભાગના અધ્યાપકો, પ્રિન્સિપાલને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી.

આ ઉપરાંત ચૂંટણીના સમયે ભરતીની પ્રક્રિયા પૂર્ણ થાય તો પણ આચારસંહિતા હોવાના કારણે ઉમેદવારોને નિમણૂકપત્રકો આપી શકાય તેમ ન હોવાથી પ્રક્રિયા અટકાવવામાં આવી હતી.નોંધનીય છે કે ભરતી માટે જાહેરાત વર્ષ 2019માં આપવામાં આવી હતી. 2021થી એટલે કે અંદાજે 10 માસથી સત્તાવાર રીતે ઉમેદવારોને બોલાવીને ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હવે  ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સંપૂર્ણ પૂર્ણ થયા બાદ સમગ્ર કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જોકે, પહેલી વખત વર્ષ 2019માં ભરતી માટેની જાહેરાત આવી ત્યારથી લઇને ઉમેદવારોને નિયુક્તિ આપવામાં આવશે ત્યાં સુધીમાં સમગ્ર પક્રિયાને ત્રણથી ચાર વર્ષ જેટલો લાંબો સમય થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.