Abtak Media Google News

ફુટબોલ એસોસિએશન ડિસ્ટ્રીકટ બેંકનું સંયુકત આયોજન તડામાર તૈયારી

ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.  તથા આર.સી.સી. બેંક દ્વારા તા. 29-8 થી 4-9 દરમ્યાન શેઠ જયંતિલાલ કુંડલીયા મમોરીયલ અન્ડર-14 તથા અન્ડર-17 ભાઇઓ ઓપન રાજકોટ ફુટબોલ ટુર્નામેન્ટ રેસકોર્સ ટર્ફ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે શરુ કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનું ઉદઘાટન તા. 29-8 ને સોમવારે સાંજે 4 કલાકે પુરુષોતમભાઇ પીપળીયા સી.ઇ.ઓ. આર.સી.સી. બેંક ,તથા ગણુવંતરાય ડેલાવાળા પ્રમુખ ડી.એફ.એ. રાજકોટ દ્વારા કરવામાં આવશે.

આટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ગુણુભાઇ ડેલાવાળાની આગેવાન હેઠળ એસો.ના હોદેદારો સર્વ ડી.વી. મહેતા મુકેશ બુંદેલા, બી.કે. જાડેજા, રોહિત બુંદેલા, જીવણસિંહ બારડ, અજય ભટ્ટ, અમૃતલાલ બહુરાશી, લાલસિંહ ચૌહાણ, રોહીત પંડીત, સિઘ્ધાર્થ લોટીયા, મેલ્વીન રોડ્રીકસ,: દિપ રાજગોર વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.