Abtak Media Google News

છેલ્લા બે વર્ષમાં હરિદ્વાર, કેદારનાથ અને બદ્રિનાથની યાત્રાએ સૌરાષ્ટ્રમાંથી બે લાખ શ્રઘ્ધાળુઓ ગયા: આ વર્ષે પણ બુકીંગ માટે પડાપડી

થોડા વર્ષો પહેલા ઉત્તરાખંડમાં તબાહી મચાવનાર કુદરતી આફતને હજુ કોઇ ભુલ્યું નથી. બદ્રીનાથ, કેદારનાથ, ગંગાત્રી અને યમનોત્રીએ જતા શ્રઘ્ધાળુઓને અનેક વખત અણધારી કુદરતિ આફતો નડી છે છતાં પણ ચારધામ યાત્રાનું મહત્વ અડગ છે. દર વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે. છેલ્લા બે વર્ષમાં સૌરાષ્ટ્રમાંથી ચારધામની યાત્રાએ જતા યાત્રાળુઓની સંખ્યા બે લાખને પાર કરી ચુકી છે. ચાલુ વર્ષે પણ યાત્રાળુઓમાં અનેરી શ્રઘ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો છે.

ચારધામની યાત્રામાં પ્રવાસીઓની સંખ્યા અંગે અબતક સાથેની વાતચીત દરમિયાન અક્ષય ટ્રાવેલ્સના અશોકભાઇ પરમારએ જણાવ્યું કે, ઉત્તરાચલમાં લોકો સૌથી વધુ જવાનું પસંદ કરતા હોય છે તેમાં પણ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી વગેરે જગ્યાએ જતા હોય છે. સૌરાષ્ટ્રમાંથી છેલ્લા બે વર્ષમાં બે લાખ વધુ લોકો કેદારનાથ, બદ્રીનાથ ગયા છે.

અને આ વર્ષે પણ તેમાં વધારો નોંધાયો છે અને આપણા હિંદુ ધર્મ અનુસાર હરિદ્વારનો મહિમા છે કે ગંગાસ્નાન કરી જીવનનું ભાથુ બાંધી લેવું સાથો સાથ બદ્રીનાથ કેદારનાથ ભગવાન શીવનું સ્થાન છે ત્યાં ભગવાન શાક્ષાંત બિરાજેલ છે. અને લોકો ત્યાં પહેલા પણ ગયા છે અત્યારે જાય છે અને ભવિષ્યમાં પણ જશે. ગમે તેવી આફત, વરસાદ, બરફ પડે તો પણ ભગવાનમાં અતુટ શ્રઘ્ધા હોવાથી જવાના જ છે અને ત્યાં જે કાંઇ મુશ્કેલી કે હેરાન થશે તો ત્યાં આપણી રક્ષા થશે. તેવું માનીને લોકો ત્યાં જાય છે આપણા  રાજકોટની વાત કરીએ તો બદ્રીનાથ, કેદારનાથ ૫૦,૦૦૦ થીવધુ લોકો ત્યાં જાય તેવો અંદાજ છે.

Im1હિનાબેન પરમાર

અબતક સાથેની વાતચીત દરમિયાન માધવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના ઓનર હિનાબેન રાજપુત એ જણાવ્યું કે લોકો રાહ જોતા હોય છે કયારે અખાત્રીજ આવે અને એપ્રિલ મહીનામાં કેદારનાથના કપાટ ખુલે છે. ચારધામ ખુલે છે. અને લોકો ચારધામની યાત્રાએ જાય લોકોને આનંદ ઉત્સાહ હોય છે ભકિતનો પ્રવાહ છે લોકોની આસ્થા એવી હોય છે મૃત્યુ પહેલા એક વખત ચારધામની યાત્રા કરવી જ જોઇએ.

અમારે ત્યાંથી  રામેશ્ર્વરમાં અમે ભાગવત કરીએ હરીદ્વારમાં ભાગવત કરી છીએ. ત્યારે હવે લોકો એમ કહે છે કે કેદારનાથ, બદ્રીનાથમાં ભાગવત કરો અમારે ત્યાં આ વખતે પ૦ થી ૭૦ વર્ષના ૧૨૦ થી વધુ ચારધામની યાત્રામાં જોડાના છે. વધુમાં જણાવ્યું કે લોકોનું માનવું છું કે ત્યાં કુદરતી આફતો વરસાદ, બરફ વગેરે આવે તો પણ એક એવી શ્રઘ્ધા છે કે ત્યાં જવું જ છે. અને લોકો જતા જ હોય છે.

Im2અશોકભાઇ પરમાર

અબતક સાથેની વાતચીત દરમિયાન કોલફીન ટુરીઝન પ્રાઇવેટ લીમીટેડના યોગેશભાઇ ચોટલિયાએ જણાવ્યું કે લોકો સૌથી વધુ હરિદ્વાર ,, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી ચારધામની યાત્રાએ વગેરે જવાનું પસંદ કરતા હોય છે છેલ્લા બે વર્ષમાં હજારોની સંખ્યામા શ્રઘ્ધાળુઓ કેદારનાથ, બદ્રીનાથ તથા ચારધામની યાત્રાએ જતા હોય છે. અને આ વર્ષે પણ વધુ લોકો ચારધામની યાત્રાએ જવાના છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.