Abtak Media Google News

Table of Contents

મેડિકલ ક્ષેત્રમાં ‘જજની ભૂમિકામાં લેબોરેટરી’

આજના યુગમાં લોકોના દર્દોના ઇલાજ માટે લોકોની તપાસ ખુબ જ જરૂરી છે: એકસ રે, સોનાગ્રાફી  અને સ્કેન જેવી અતિ મહત્વની તપાસથી ચોકકસ નિદાન થઇ શકતા દર્દીના બચવાના ચાન્સ વધી જાય છે

મનુષ્યનું જીવન કાળક્રમે જૈવીક રીતે પરીવર્તન કરતું રહે છે. આપણું શરીર પંચમહાભુતનું બનેલું છે. ત્યારે વૈદીક કાળથી મનુષ્યને થતા રોગોની સારવારનું ઉપચાર નાળ પરથી કરવામાં આવતું હતું. ત્યારે અત્યારના આધુનીક યુગમાં મેડીકલ સાયન્સ હરણ ફાડ રીતે આગળ વધી રહ્યું છે. તેમાં અતિ આધુનિક સાધનોથી લઇ ટેકનોલોજી દ્વારા થતી મનુષ્યને થતા રોગોના સારવારમાં ઉપયોગી બને છે. પરંતુ હાલના સમયમાં મનુષ્ય કોઇપણ રોગ અથવા શરીરમાં થતી તકલીફનું નિદાન લોહીનું પરીક્ષણ કરવાથી સચોટ જાણકારી પ્રાપ્ત કરે છે. તેમાં વિવિધ પ્રકારનાં ટેસ્ટ લોહીમાં કરવામાં  આવતા હોય છે. તે માટે વિવિધ અઘ્યતન ટેકનોલોજી વાડી લેબોરેટરી કાર્યરત છે.

વર્ષો પહેલા મેડિકલ જગતમાં આજના જેવી વિવિધ તપાસની સુવિધા ન હોવાને કારણે મૃત્ય આંક વધર્યા હતો. આજની ર1મી સદીમાં શોધ સંશોધનોના કારણે લોહીની તપાસ દ્વારા કે અદ્યતન એકસરે, સોનોગ્રાફી સ્કેન જેવી તપાસ દ્વારા દર્દીનું ચોકકસ નિદાન થતાં તેની સારવાર કરીને તેને નવજીવન આપવામાં તબીબને ધારી સફળતા મળી છે.

કિડની, હાર્ટ, મગજ, હ્રદય જેવા શરીરનાં મહત્વનાં અંગોની બિમારીમાં અદ્યતન ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ હોવાથી હવે તેના નિદાન સારવારમાં ઓપરેશનમાં ઘણી રાહત તબીબોને થઇ છે. ચોકકસ નિદાન આવી અદ્યતન ટેસ્ટીંગ સુવિધાને કારણે જ સફળ બની છે.

મેડિકલ ફેકલ્ટીમાં બધા જ પુરાવાનું જજમેન્ટ માત્ર પેથોલોજીસ્ટ કરે છે: ડો. રાજેન્દ્ર લાલાણી

રાજકોટમાં 30 વર્ષથી પ્રેકટીસ કરું છું. લેબોરેટરીનું મુખ્યત્વે કામ નિદાનનું હોય છે. અમુક વખતે કલીનીકલી ચોકકસ નિદાન હોય છે જેમ કે વાયરસ કોરોના મોટાભાગે કલિનીકલી નિદાન થઇ જતું હોય છે. પણ ઘણા કેસની અંદર નિદાન કોમ્પલીકેટ થતું હોય છે. ત્યારે પેથોલોજીસ્ટનો રોષ ખુબ જ મહત્વનો થઇ જાય છે. ત્યારે પેથોલોજીસ્ટે ક્રાઇમ બ્રાંચ મારફત કામ કરવું પડતું હોય છે. દર્દીની બની વિગતોનું સંકલન બીજા રીપોર્ટ, વિશેષ રીપોર્ટની જરુર હોય તો ડોકટર અને દર્દી બન્ને સાથે સંકલન કરી સમજાવી રીપોર્ટની માહીતી અને વધારે રીપોર્ટનું માર્ગદર્શન કરવામાં આવે છે. ટેસ્ટીનાં પ્રકાર સાર્જીકલ પેથોલોજી, ઇમેટોલોજી, બાયોકેમેસ્ટ્રી રીપોર્ટ, માઇક્રોબાયોલોજીકલ રીપોર્ટ  જનરલ રીપોર્ટ આમ પાંચ પ્રકાર પડે છે. થોડા વધારે પૈસા આપી જરુરી રીપોર્ટ શકય બને.

આજનો  યુગ એવીડન્સ બેઇઝ મેડીસન યુગ થઇ ગયો છે પહેલા કોઇપણ પ્રકારની સગવડતા  ન હતી દર્દીને જોઇને જ તપાસ કરવી પડતી હતી ડોકટરે અને ડોકટરો પણ કલીનીકલી જોઇ ટેવાયેલા હતા. ત્યારની થીમ ઓછામાં ઓછા ખર્ચ પર કેમ સારવાર કરવી. હવે ની જનરેશનમાં એવીડન્સ બેઇઝ જેમ અમેરિકામાં પ્રેકટીસ થાય છે. તેવો જમાનો આવ્યો નવા કાયદા આવ્યા, ગ્રાહક સુરક્ષા આવી, એ માટે ડોકટરો પોતાની સેફટી માટે રીપોર્ટનું ઓપસન સીલેકટ કર્યુ અને સીસ્ટમેટીક ટ્રીટમેન્ટનો નિર્ણય કરવામાં આવ્યો એમાં જરુર પડતાં વધારે રીપોર્ટ કરવા પડે અને વધારે રીપોર્ટના ફાયદા પણ છે દર્દીને લોહીનું સેમ્પલ થોડુ વધારે લેવામાં આવે છે. એનું કારણ એક તો બીજીવાર ઇન્જેકશન ન મારવું, અને આંતર રાષ્ટ્રીય ગાઇડલાઇનમાં પણ કહેવામાં આવેલ છે.

દર્દીએ પેથોલોજી લેબોરેટરીમાં રુબરુ જવું જોઇએ. અને પેથોલોજીસ્ટ ડોકટર સાથે સંકલન કરી રીપોર્ટ કરાવવા જોઇએ જેથી ખબર પડે કેટલા રીપોર્ટ વધારે કરવા પડશે. અને પરિવારની અંદર ફેમેલી પેથોલોજીસ્ટ પણ રાખવા જોઇએ જેથી વિશેષ માર્ગદર્શન મળી રહે.

લેબોરેટરી રિપોર્ટમાં એવું ઇચ્છીએ કે રિપોર્ટ સેફ અને એકયુરેટ આવે: ડો. ધર્મેન્દ્ર રાઠોડ

15 વર્ષથી પેથોલોજી લેબોરેટરી સાથે સંકળાયેલા છું. લેબોરેટરી રીપોર્ટમાં એવું ઇચ્છીએ કે રીપોર્ટ સેફ અને એકયુરેટ આવે રીપોર્ટની એકયુરેસી માટે જે પણ એરર આવતી હોય છે. તે એરરમાંથી 68 ટકા એરર પ્રીએનાલેટીક ફેસમાં આવતી હોય છે. જેમાં પેશન્ટ જયારે લેબોરેટરીમાં રીપોર્ટ કરવા જાય ત્યારે પહેલા પેશન્ટનું આઇડેન્ટી ફીકેશન કરવું જરુરી છે. તેમાં પેશન્ટનું નામ, અટક, ઉમર તથા જે ડોકટરે રીફંર કરેલું છે તેનું નામ પુછી આઇડેન્ટી ફીકેશન કરવું જોઇએ.

જેથી કરીને એક સરખા બે નામ વાળા દર્દી જો હોય તો એમાં ભુલ ન થાય, તદઉપરાંત જયારે પેશન્ટ લેબોરેટરી કરાવવા આવે ત્યારે દોડાદોડી કરીને આવે અથવા સ્ટ્રેસમાં હોય તો તે કારણે તેના બ્લડ પ્રેશરમાં વધારો થતો હોય છે. તે એવું સ્ટડી થયેલું છે. કે જયારે દર્દી રેસ્ટીંગ પોઝીસનમાં હોઇ તેનું બ્લડ પ્રેસર નોર્મલ હોઇ ત્યારે અને બ્લડ પ્રેસર વધારે હોઇ અને સ્ટ્રેસમાં પેશન્ટ હોઇ ત્યારે રીઝલ્ટમાં વેરીએશન આવતું હોય છે. ત્યારબાદ પેશન્ટએ પેથોલોજી ડોકટર સાથે કોમ્યુનીકેશન કરવું જોઇએ.

પેથોલોજી શબ્દનો અર્થ રોગનો અભ્યાસ: ડો. રૂષિત ભટ્ટ

ભટ્ટ પેથોલોજી લેબોરેટરીમાં છેલ્લા ચાર વર્ષથી સંકડાળેલો છું. પેથોલોજી શબ્દનો અર્થ રોગનું અભ્યાસ થાય છે. લોહીની અંદરના મુળ ભાગમાં રકતકણો (પ્લાઝમાં) લોહીમાંથી છુટુ પડેલું સીરમ અને પ્લેટલેટ આમાંથી ઘણા પ્રકારના લોહીના રીપોર્ટ થઇ શકે છે. અને લોહી જ એ માટે કે આખા શરીરમાં પરીભ્રમણ લોહી જ કરે છે. લોહી આપણા આખા શરીરમાં વહે છે. આખા શરીરનું કંઇ પ્રકારનું ચીઝ છે કે જે હેલ્થ છે. એની એક જાખી લોહી આપી શકે બ્લડમાં ર પ્રકારના કોમ્પોનેન્ટ છ

એક છે સેલ્સ કે જેને રકતકણો કહેવાય જેમાં ત્રણ પ્રકારના રકતકણો આવે છે. શ્ર્વેતકર્ણો, રેડ બ્લડ સેલ્સ, પ્લેટ લેટસ આ ત્રણેય નો કાઉન્ટ અને મોરડ્રોલોજી એ ત્રણેયના કાઉન્ટમાં હિમેટોલોજી કે હિમેટોપેથોલોજીમાં સ્ટડી કરાય છે. અને તે સિવાય લોહીનું પાણી કહેવાય છે. જેમાં ર પ્રકાર પડે છે સીરપ અને પ્લાજમાં

પેથોલોજી અને ટેકિનશ્યન લેબ વચ્ચે ટેસ્ટના નંબરમાં જ ફેર છે: હાર્દિક બક્ષી

પેથોલોજી લેબ અને ટેકનીશ્યન લેબ વચ્ચે ટેસ્ટના જે નંબરર્સમાં ફેર છે. ટેકનીશ્યનની લેબ અમુક બેઝીક રીપોર્ટ કરતી હોય છે જે પેથોલોજી સ્ટડી લેબોરેટરી એ એડવાન્સ અને બેઇઝીંક બન્ને જાતની તપાસ કરે છે. સરકાર દ્વારા લેબનું વર્ગીકરણ 3 ભાગમાં કરવામાં આવેલું છે.

એમાં ટેકનીશ્યનને લેબોરેટરીમાં 50 થી 55 ટકા જેટલા રીપોર્ટની ટેકનીશ્યન ને પરવાનગી આપી છે. ટેકનીશ્યનનો રોલ પાયાના પથ્થર કહેવાય છે. લેબોરેટરીમાં પેશન્ટ આવવાથી રીપોર્ટ સુધીની બધી જ જવાબદારી મોટાભાગે ટેકનીશ્યન દ્વારા થતી હોય છે. બેઝીંક લેબોરેટરીમાં બેઝીક રીપોર્ટ થતા હોય છે.તે રીપોર્ટમાં ટેકનીશ્યનની સીગ્નેચર થતી હોય છે. જે લેબોરેટરીમાં અંગત પણે ઘ્યાન દેવાય વિશ્ર્વાસ સારામાં સારા મશીન હોય એ લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવા જોઇએ.

ઘણી વખત અપુરતુ નિદાન થતું હોય છે: ડો. અતુલ પંડયા

મેડીકલ ક્ષેત્રમાં ટેસ્ટીંગની મહત્વના એ છે કે કોઇપણ રોગમાં બેકટેરીયા, પેરેસાઇટ, વાઇરસ જોવા માટેની પઘ્ધતિને અનુસંધાને લેબોરેટરી કરવી ખુબ જ જરુરી જે તે ડોકટર નકકી કરે છે. કયા રોગમાં કેટલા રીપોર્ટ કરવા અને એ અનુસંધાને લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવા જોઇએ એ ઉપરાંત નિદાન અપુરતુ ઘણી વખતે બનતું હોય છે. દાખલા તરીકે મેલેરીયાના ટેસ્ટમાં સ્મીયરમાં ન દેખાતું હોય પણ વધારાની આગોતરી મેથડમાં જોવામાં આવે તો  કાર્ડ ટેસ્ટમાં પકડાઇ જાય છે તો પહેલી ટેસ્ટમાં નેગેટીવ આવ્યું અને બીજી ટેસ્ટમાં પોઝીટીવ પણ આવે.

બે વસ્તુ સમજવી ખુબ જ અગત્યની છે. ફોલ્સ પોઝીટીવ અને ફોલ્સ નેગેટીવ જો દર્દ હોઇ અને છતાંપણ ટેસ્ટમાં ના પકડાઇ શકે કોઇ એક મેથકડી તો એ ફોલ્સ નેગેટીવ છે અને જો દર્દ નથી અને છતાંપણ જો દર્દ બતાવતું હોય બ્લડમાં તો એને ફોલ્સ પોઝીટીવ કહેવાય છે. ફોલ્સ પોઝીટીવ આવવા માટેના ઘણા કારણો છે. અને ઘણા બધા રોગમાં ફોલ્સ પોઝીટીવ આવી શકે જયારે બ્લડમાં અમુક પ્રકારના પ્રોટીન્સ જયારે વધી જતા હોય છે. દાખલા તરીકે ગામગ્લોબીલીન્સ કે એ પ્રકારના પ્રોટીન જયારે વધી જતા હોઇ ત્યારે ઘણી બધી ટેસ્ટમાં ફોલ્સ પોઝીટીવ આવતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.