Abtak Media Google News

હાર્ટએટેકના વિવિધ કારણોમાં બ્રુગાડા સિન્ડ્રોમ પણ જવાબદાર

છેલ્લાં બે વર્ષમાં 40 વર્ષથી નીચેના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. જે ચિંતાજનક બાબત છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે  હૃદય બેસી જવું. વ્યાયામ કરતી વખતે વ્યક્તિનું મૃત્યુ થયું.શાળાની સીડીઓ ચડતા વિદ્યાર્થીને મોત આવ્યું. ઘણી વખત હાર્ટ એટેકના કારણે આવું બન્યું હોવાનું અનુમાન છે. આવું ઘણા કિસ્સાઓમાં પણ બને છે.

Advertisement

પરંતુ યુવાન એકદમ સ્વસ્થ હોય તેવાં લોકોમાં કાર્ડિયાક અરેસ્ટ પાછળ બ્રુગાડા સિન્ડ્રોમ પણ એક કારણ  છે. આ સિન્ડ્રોમના લક્ષણો ઘણી વખત ન તો દર્દી જાણી શકે કે  ન ડોક્ટર પકડી શકે છે.  આ સિન્ડ્રોમ વિશે જાણવું જરૂરી એટલા માટે છે કે તેનાથી જાગૃત બન શકાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા દોશી દ્વારા બ્રુગાડા સીન્ડ્રોમ વિષે વિગતમાં માહિતી આપી હતી.હાર્ટઅટેકના અનેક કારણો જવાબદાર છે.જેમાનું બ્રુગાડા સિન્ડ્રોમ આનું એક દુર્લભ કારણ છે. જેમાં હૃદયના વિદ્યુત આવેગમાં ખામી છે.  આ કારણે હૃદયના ધબકારામાં ખલેલ પહોંચે છે.  હૃદયના ધબકારા ઝડપી બને છે.

બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. જેમાં દર્દીનો જીવ પણ જઈ શકે છે. હૃદયને બંધ કરતો સિન્ડ્રોમ છે.બ્રુગાડા સિન્ડ્રોમ એ હૃદયની એક દુર્લભ સ્થિતિ છે. જેમાં હૃદયથી મગજ સુધી સંદેશ સપ્લાયમાં અવરોધ આવવા લાગે છે.  હૃદય કામ કરવાનું બંધ કરી દે છે.  વ્યક્તિ બેભાન બને છે અને અંતે સ્થિતિ વધુ ખરાબ થાય છે. હૃદય ઘણા રોગોથી પીડાય છે.તેમાંથી બ્રુગાડા સિન્ડ્રોમ  એક રોગ છે.  આ સિન્ડ્રોમ જીવન માટે જોખમી હોઈ શકે છે અને દર્દીના હૃદયના લયને અસર કરે છે. સામાન્ય રીતે, બ્રુગાડા સિન્ડ્રોમ ચોક્કસ રીતે દર્દીઓમાં દેખાતો નથી તેના કેટલાક ચિહ્નો કે લક્ષણો વ્યક્તિમાં દેખાય છે જેમકે મૂર્છા, અસ્તવ્યસ્ત અથવા ખૂબ જ ઝડપી  ધબકારાનો સમાવેશ થાય છે.

કોઈ વ્યક્તિ આ સિન્ડ્રોમથી પીડિત છે કે નહીં તેની ખાતરી કરવાનો રસ્તો  ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ છે. તેના લક્ષણો અલગથી જાણી શકાતા નથી. આ રોગને શોધવા માટે એક સરળ પદ્ધતિ છે જેમાં ઊઈૠ કરવામાં આવે છે.  ઇસીજીમાં એક પેટર્ન છે જેને બ્રુગાડા પેટર્ન કહેવામાં આવે છે.   ઊઈૠ રિપોર્ટ જોયા બાદ ખબર પડે છે કે આ સિન્ડ્રોમ વારસાગત છે કે નહીં.  આ સિન્ડ્રોમ વિશે 1992માં સ્પેનિશ કાર્ડિયોલોજીસ્ટ પેડ્રો બ્રુગાડા અને જોસેફ બ્રુગાડાએ આ ચિકિત્સક સિન્ડ્રોમ વિશે જણાવ્યું હતું તેના વારસાગત આધાર અને કારણ વિશે આશરે 1998માં રોમન બ્રુગાડા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

લક્ષણ

  • વારંવાર ચક્કર આવવા
  • વારંવાર બેભાન થઈ જવાની સમસ્યા
  • ધબકારા અનિયમિત થવા
  • પરિવારમાં આકસ્મિક મોત નીપજ્યું હોય અને તે સહન ન થવું.
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • ખૂબ તાવ હોય અને શ્વાસમાં તકલીફ થતી હોય.

કારણ

  • વારસાગત
  • નબળું માનસિક સ્વાસ્થ્ય
  • તણાવ
  • વધુ પડતો તાવ અને હૃદયના અસામાન્ય ધબકાર
  • વધુ પડતી મેદસ્વિતા
  • થાક નો અનુભવ

સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં બ્રુગાડા સિન્ડ્રોમનું પ્રમાણ વધુ જોવા મળે છે: ડો.યોગેશ જોગસણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે હાર્ટએટેકના અનેક કારણો જવાબદાર છે. જેમાંનું એક કારણ બ્રુગાડા સીન્ડ્રોમ છે. એવા પ્રકારનો સિન્ડ્રોમ છે જે હૃદય અને મગજ વચ્ચે જે તાલમેલ હોય છે. તાલમેલની અંદર ફેરફાર થાય જેનાં કારણે સ્ટ્રોક આવતો હોય છે. જેનાં કારણે વ્યક્તિને લો બીપી કે હાઈ બીપી થતું હોય છે. ઘણી વાર બ્રુગાડા સિન્ડ્રોમ કારણે હાર્ટ એટેક આવતો હોય છે. બ્રુગાડા સિન્ડ્રોમ સામન્ય રીતે એસીજીની ગરબડના કારણે થતો હોય છે.મગજમાં ચોક્કસ પ્રકારના વિદ્યુત તરંગો ફરતા હોય છે. આ વિદ્યુત તરંગો તાલમેલ વ્યવસ્થિત ન રહે તો એને કારણે બ્રુગાડા સિન્ડ્રોમ થતો હોય છે. અનિયમિત જીવન શૈલી તેમજ વધારે આક્રમક હોય તેવાં લોકોને બ્રુગાડા સિન્ડ્રોમ થવાની શક્યતા વધુ હોય છે. વર્તમાન સમયમાંજીવનશૈલીમાં સુધારો કરવો જોઇએ. જંકફૂડ શરીરને નુકશાન કરે છે.જેથી જંક ફૂડ ન આરોગવું જોઇએ.બ્રુગાડા સિન્ડ્રોમ સ્ત્રી કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે.પુરુષ ઘણી ખરી બાબતો અન્ય કોઈને કહેતો નથી જે બાબત પર તે સતત ચિંતા કરતો હોય છે જેનાથી સ્ટ્રોક આવવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.