Abtak Media Google News

ચાલુ અષાઢ માસમાં ભારતીય સંસ્કૃતિમાં કન્યાઓ માટેના વિવિધ વ્રતોનો આજથી પ્રારંભ થયો છે. આ પૂજનમાં શિવ પાર્વતીજીના પુજા, અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતાં આ વ્રત અષાઢ વ્રત ત્રીજ સુધી ઉજવાય છે. કુવારી કન્યાઓને મનગમતો ભરથાર મળે તે કામનાથી ગૌરી વ્રત, મોળા વ્રત, જયા પાર્વતી વ્રતો સાથે જાગરણની આપણી સંસ્કૃતિની જુની પરંપરા છે. આજથી શરુ થતાં મોળા વ્રત ખાસ કરીને બાળકીઓ તહેવાર ગણાય છે.

Advertisement

વ્રતના દિવસો દરમ્યાન મોળું ખાવાનું હોવાથી તેને મોળાવ્રત કહેવાય છે. વિવિધ રાજયોમાં પણ આ તહેવારનું મહત્વ છે. જેમાં કર્ણાકટમાં સુવર્ણ ગૌરીવ્રત, ઉતર ભારતમાં કરવા ચોથ, હરકાલિકા તીજની, તીજ વ્રત ઉજવણી કરવામાં આવે છે. માતા પાર્વતી સાથે સંબંધીત આ વ્રતનો વિશેષ મહિમા રહેલો છે. કન્યાઓએ પાંચ દિવસ મીઠા વગરનું જમીને એકટાણું કરવાનું હોય છે.

આ વ્રત દરમ્યાન જવારા વાવીને પાંચ દિવસ તેનું પુજન કરવામાં આવે છે.છેલ્લા દિવસે જવારાનું પુજન કરીને વિસર્જન કરાય છે. પાંચ વર્ષ વ્રત કર્યા બાદ તેના ઉજવણી કરવામાં આવે છે, જેમાં પાંચ બાળ કન્યાઓને જમાડીને પુજન કરી ને ભેટ અપાય છે. પાંચ દિવસના વ્રતના અંતિમ દિવસે જાગરણ પછીના દિવસે પારણા કરાય છે.

આ વ્રત કુમારીકાઓ રહે છે. મોટાભાગે આ વ્રત 16થી 14 વર્ષ સુધીની બાળાઓ કરે છે અને ભકિતભાવ સાથે ઉજવણી કરે છે ત્યારબાદ જયાપાર્વતી અને ફુલકાજડીના વ્રત ક્રમશ: શરૂ થાય છે. આ વ્રતમાં માતા પાર્વતી અને સુર્યદેવની પુજા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.