Abtak Media Google News

ઈકિવટી બીડ 28ના ગુણાંકમાં શેર દીઠ રૂ.500થી  525ની કિંમત થઈ નિર્ધારીત

અબતક,રાજકોટ

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક લિમિટેડ (બેંક)નો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) 05 સપ્ટેમ્બર, 2022ને સોમવારે ખુલશે.

ઓફરમાં કુલ 15,840,000 ઇક્વિટી શેર સામેલ છે, જે દરેકની ફેસ વેલ્યુ છ 10 છે, જેમાં ફ્રેશ ઇશ્યૂની સાઇઝ 15,840,000 ઇક્વિટી શેર છે (ઓફર).

ઓફરની પ્રાઇસ બેન્ડ  10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ છ 500થી છ 525 નક્કી થઈ છે. બિડ લઘુતમ 28 ઇક્વિટી શેર માટે અને પછી 28 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

બેંકે ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખા ફંડનો ઉપયોગ બેંકના ટિઅર-1 મૂડીગત આધારને વધારવા માટે કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેથી બેંકની ભવિષ્યની મૂડીગત જરૂરિયાતો પૂર્ણ થાય, જે બેંકની અસ્કયામતોમાં વૃદ્ધિમાંથી બહાર આવે એવી અપેક્ષા છે, મુખ્યત્વે બેંકના લોન/એડવાન્સ અને રોકાણ પોર્ટફોલિયોનો ભાગ બનશે તથા નિયમિત સમયાંતરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સૂચિત મૂડીગત પૂર્તતા પર નિયમનકારી જરૂરિયાત સાથે સુસંગતા સુનિશ્ચિત કરશે.

ઓફર સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ની દ્રષ્ટિએ, સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝ રિક્વાયરમેન્ટ્સ) નિયમન, 2018 ના નિયમન 31 સાથે વાંચીને રજૂ કરવામાં આવી છે. આ ઓફર નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત બુક બિલ્ડિંગ પ્રક્રિયા મારફતે રજૂ કરવામાં આવી છે અને  નિયમનોના નિયમન 6(2) સાથે સુસંગત છે, જેમાં નેટ ઓફરનો ઓછામાં ઓછો 75 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ફાળવવામાં આવશે, જેમાં શરત એ છે કે, કંપની સાથે ચર્ચા કરીને વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને ક્યુઆઇબી પોર્શનનો 60 ટકા હિસ્સો ફાળવશે(એન્કર રોકાણકાર હિસ્સો), જેમાંથી    SEBI ICDR  નિયમનો મુજબ, એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકાર ફાળવણીની કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારના હિસ્સામાં સબસ્ક્રિપ્શન ઓછું થવાથી કે ફાળવણી ન થવાના કેસમાં બાકીના ઇક્વિટી શેર નેટ ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

ઉપરાંત,નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નેટ ક્યુઆઇબીનો બાકીનો હિસ્સો તમામ QIBત  (એન્કર રોકાણકારો સિવાય)ને  સપ્રમાણ આધારે ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે, જે ઓફર પ્રાઇસ કે એનાથી વધારે પ્રાઇસ પર માન્ય બિડ મળવાને આધિન છે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી કુલ માગ નેટ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી રહેશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર QIBત ને સપ્રમાણ આધારે ફાળવણી માટે બાકીના નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત ઓફરનો લઘુતમ 15 ટકા હિસ્સો બિનસંસ્થાગત બિડર્સ (નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃતિયાંશ હિસ્સો એવા બિર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની એપ્લિકેશન છ 200,000થી વધારે અને છ 1,000,000 સુધીની હશે તથા નોન-ઇન્સ્ટિટ્યૂશન પોર્શનનો બે-તૃતિયાંશ હિસ્સો છ 1,000,000થી વધારે રકમ ધરાવતી એપ્લિકેશન ધરાવતા બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત સેબી આઇસીડીઆર નિયમનોને સુસંગત રીતે ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (રિટેલ પોર્શન)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.

તમામ સંભવિત બિડર્સ (એન્કર રોકાણકારો સિવાય)ને એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ(ICDR) પ્રક્રિયા દ્વારા સપોર્ટેડ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ કરવો જરૂરી છે, જે માટે તેમની સંબંધિત બેંક ખાતાઓની વિગતો પ્રદાન કરવી પડશે અને યુપીઆઈ વ્યવસ્થાનો ઉપયોગ કરીને યુપીઆઈ બિડર્સને કેસમાં યુપીઆઈ આઇડી, જો લાગુ પડે તો, તેની વિગતો આપવી પડશે, જેમાં બિડની રકમ ઓફરમાં સહભાગી SEBI દ્વારા કે યુપીઆઈ વ્યવસ્થા અંતર્ગત સ્પોન્સર બેંક દ્વારા બ્લોક થશે. એન્કર રોકાણકારોને ICDR પ્રક્રિયા દ્વારા ઓફરમાં સહભાગી થવાની મંજૂરી નથી. રિટેલ અને એનઆઇઆઇ બિડર્સ માટે યુપીઆઇ મેન્ડેટ સ્વીકારવાનો સમય (છ 5,00,000સુધીની બિડ)આઇપીઓ બંધ થવાના સમયે એટલે કે 07 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5.00 વાગે પૂર્ણ થશે.

આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ.  ઈસ્યુંના બુક રનિંગ લીડ મેનેજર્સની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.