Abtak Media Google News

ઈઝરાયલના પ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુની મુલાકાતે મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઈઝરાયલ યાત્રાનો ઉદેશ ગુજરાતને વિકાસનાં શિખરો પાર કરાવવા માટેનો રહ્યો હતો. સુરક્ષા અને પોલીસના હા તરીકે રાજય ઈઝરાયેલના કે-૯ ડોગની મદદ લેશે. આ ઉપરાંત સાયબર ક્રાઈમના વધતા દુષણને અટકાવવા ગુજરાત સરકાર ઈઝરાયલી કંપનીઓ સાથે જોડાણ કરશે.

સાયબર સુરક્ષા ઉપરાંત ફોરેન્સીક અને પ્રિવેન્શન માટેના પણ કરારો કરવામાં આવશે. રાજયના સેફટી મેઝરને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ૨૦૦૯માં વિશ્ર્વની સૌપ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. જેમાં આવડત અને કલાત્મક વિચારો ધરાવતા વિર્દ્યાથીઓને ઈન્વેસ્ટીગેશન અને સિકયોરીટી ક્ષેત્રે તાલીમ આપવામાં આવે છે.

વિજયભાઈ રૂપાણીએ ઈઝરાયલના પ્રધાન બેન્ઝામીન નેતાન્યાહુની પણ મુલાકાત લીધી હતી. બન્ને નેતાઓએ કૃષિ અંગેના વિકાસ વિશેની ખાસ ચર્ચાઓ કરી હતી. સાયબર સિકયોરીટી અને ખેતી વિસ્તારને વિકસાવવા માટેના કરારો કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.