Abtak Media Google News

ફેક ન્યુઝ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, વિવાદાસ્પદ સામગ્રી અને સોશિયલ મિડિયા પર દુષણો અટકાવવા એપ્લીકેશનો અને વેબસાઈટોને અટકાવવા ડેટા પ્રોટેકશન બિલને મંજૂરી

એપ્લીકેશનો અને વેબસાઈટો ફેક ન્યુઝ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, અશ્ર્લીલ સામગ્રી સહિતના દુષણોને રોકવામાં નિષ્ફળ જતાં સરકારે આઈટી નિયમોમાં સુધારા કરવાની તૈયારી બતાવી છે. આઈટી નિયમોની અમલવારી બાદ આ પ્રકારની પ્રવૃતિ કરનાર અથવા અટકાવવામાં નિષ્ફળ રહેનાર એપ્લીકેશનો અને વેબસાઈટોને તાળા લાગી શકે છે.

આઈટી વિભાગના વરિષ્ઠ અધિકારીએ ટોચના ગ્લોબલ સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ કંપની સાથે આ અંગે મહત્વની ચર્ચા કરી હતી જેમાં નિર્ણય લેવાયો હતો કે, વિવાદાસ્પદ સામગ્રીથી થતા નુકશાનો અટકાવવા માટે એકશન પ્લાન બનાવવો પડશે. આઈટી નિયમો સખ્ત થવાથી સોશ્યલ મીડિયા જાયન્ટ કંપનીઓ જેમ કે વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર, ગુગલ, ઈન્સ્ટાગ્રામ અને ટેલીગ્રામ જેવી કંપનીઓ પર તેની અસર થશે.

કેટલીક વખત સોશ્યલ મીડિયા દ્વારા ડેટાનો દૂરઉપયોગ કરવામાં આવતો હોય છે જેને લઈ ખોટી અફવાઓ ફેલાવવાની સાથે રાજનૈતિક રણનીતિ અને બાળ શોષણ જેવા મુદ્દાઓ સંકળાયેલા હોય છે. માટે આ પ્રકારની પ્રવૃતિ સાથે જોડાયેલ તમામ વેબસાઈટો તથા એપ્લીકેશનોને જડબેસલાક બંધ કરી દેવામાં આવશે.

માટે સરકાર દ્વારા ડેટા પ્રોટેકશન બિલને મંજૂરી આપવામાં આવી છે. જેથી કરીને હિંસક અને ગેરમાર્ગે દોરનાર ૪ ટકા ડેટા ટર્નઓવર ઉપર રૂ.૧૫ કરોડનો ચાર્જ લગાવશે. સાયબર નિષ્ણાંતોનું કહેવું છે કે, ફેક ન્યુઝ જેવી મોટી સમસ્યાના નિવારણ માટે આઈટી એકટમાં જોગવાઈ છે પરંતુ તેની અમલવારી ખૂબજ ઓછા પ્રમાણમાં થાય છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.