Abtak Media Google News

અલવરના મહારાજા જય સિંહ લંડન પ્રવાસ દરમિયાન રોલ્સ રૉયસમા શૉરૂમમાં ગયા વર્ષ ૧૯૨૦ના સમયગાળામાં અને દુનિયાની સૌથી મોંઘી ગાડીની ટેસ્ટ ડ્રાઇવ કરવાની ઇચ્છા વ્યકત કરી પરંતુ ત્યાં હાજર રહેલા સેલ્સમેને તેમને ત્યાંથી જતા રહેવાનું કહ્યુ કેમકે જ્યારે જય સિંહ શૉરૂમમાં પહોંચ્યા, ત્યારે તેમનો એસ્કૉર્ટ તેમની સાથે ન હતો. તેમણે કપડાં પણ રાજશાહી નહી પરતું સાદા પહેર્યા હતા, તેથી સેલ્સમેન તેમને સામાન્ય ભારતીય સમજવાની ભૂલ કરી બેઠો તેમના પર ધ્યાન ન આપ્યુ.

Advertisement
Maraja-Jai-Singh
maraja-jai-singh

પોતે તે વસ્તુની ગભિરતા સમજીને પોતાની સાથે થયેલા આ ગેરવર્તન બાદ જય સિંહ એટલા ગુસ્સે થયા કે તેમણે કંપનીને પાઠ ભણવવાનું નક્કી કરી દીધુ અને તે ફરી એકદમ શાનથી તે જ શૉરૂમમાં ગયા અને 7 રોલ્સ રૉયસ કાર ખરીદી હતી. સાથે જ શરત મૂકી કે ગાડીની સાથે સાથે તે સેલ્સમેનને પણ ભારતમાં તેમના મહેલ સુધી પહોંચાડવામાં આવે.

મહેલ પહોંચતાની સાથે જ મહારાજાએ તે સેલ્મસેનની સામે પોતાના સેવકોને આદેશ આપ્યો કે, આ 7 ગાડીથી એક મહિના સુધી અલગર કચરો ઉઠાવવામાં કરવામાં આવે. આ સમાચાર પ્રસરી ગયા અને કંપનીની એટલી ટીકા કરવામાં આવી કે કર્મચારીઓએ મહારાજાને લેખિત પત્ર લખીને માફી માંગવી પડી હતી અને આજનાં લોકોને આ ઘટનાની બહુજ ઓછી જાણ છે માટે દેશના રાજા અને રજવાડાઓ ધણા જ સ્વમાની અને હાજર બુદ્ધિના હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.