ધ બીગેટસ ટેલેન્સ શો દ્વારા નારી શકિતની ઉજાગર કરવા નવિનત્તમ પ્રયાસ

શોમાં જોડાવવા ઇચ્છુકે નામ નોંધણી શરૂ

ધ બીગેટસ ટેલેન્ટ શો જેમાં શિગીગ, ડાન્સીંગ, એકટીંગ, મોડલીંગ, મમ્મી અને બાળકોનું ટેલેન્ટ  સહિતના ટેલેન્ટ શોનું આયોજન તા. ર9 મેના રોજ રંગીલું ફૂડ સીટી, નિયમ સયાજી હોટેલ, નાના મોવા રોડ, કાલાવડ રોડ રાજકોટ ખાતે કરાયું છે.

કોરોનાના બે વર્ષ બાદ સરકાર દ્વારા જાહેર કાર્યક્રમોની છુટ મળતા આયોજકોમાં હર્ષ ઉલ્લાસની લાગણી પ્રસરી છે.

‘અબતક’ સાથેની શુભેચ્છા મુલાકાતે જાનવી ઇસરાની સાથે વાતચીત કરતા જણાવ્યું કે હાલ શાળા કોલેજમાં વેકેશન ચાલતા હોવાથી બાળકો શેરી રમતો રમવાને બદલ ટીવી, મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે માટે જ બાળકોમાં રહેલ ટેલેન્ટ બીજા સામે રજુ કરી શકે તે માટે તા. ર9 મે ના રોજ ટેલેન્ટ શોનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં જોડાવવા કોઇપણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેશે નહી ફાઇનલ સ્પર્ધકને ઓડિશન ફ્રી રૂ. 3પ0 પર સ્પર્ધકને આપવાના રહેશે.આ ટેલેન્ટ શોમાં જોડાવવા ઇચ્છુકએ નામ ઉમર, સીટી રેફરન્સ આપવાનું રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જાનવી ઇસરાની, પૂજા રાજપૂત, પૂનમ બાડિયા, હિના મેઘાની, પારુલ ચુડાસમા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.વધુ વિગત માટે તથા નામ નોંધણી કરાવવા જાનવી ઇશાનીના મો. નં. 72019 21898 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.