Abtak Media Google News

આરોગ્ય તપાસણી ફીમાં ૪૦૦ ટકાનો વધારો: ૨૬ એરિયા મેડિકલ બોર્ડ રદ કરી નવા છ બોર્ડની રચના

વિધાનસભામાં ચોમાસું સત્રના બીજા અને અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દારૂની પરમીટ મુદ્દે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના સપના સમયી નશાબંધી હોવાને કારણે હેલ્થ પરમીટના કાયદાને વધુ કડક બનાવ્યો છે. મુંબઈ વિદેશી દારૂ નિયમો, ૧૯૫૩ના નિયમ-૬૪ હેઠળ હાલ હેલ્થ પરમીટની ફોર્મ ફી ૫૦ અને આરોગ્ય તપાસણી ફી રૂ.૫૦૦ છે, હવે આ નિયમમાં સુધારો કરીને હેલ્થ પરમીટની ફોર્મ ફી રદ કરી છે અને હેલ્થ પરમીટ પ્રોસેસ ફી ૫૦૦ી વધારી ૨૦૦૦ રૂપિયા તા આરોગ્ય તપાસણી ફી ૨૦૦૦ રૂપિયા રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

Advertisement

આ નવા નિયમો મુજબ હેલ્થ પરમીટ મેળવવા માટે અત્યાર સુધી અરજદારે અરજી સો ખાનગી તબીબીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેતું હતું, તે જોગવાઇ રદ કરી છે. હવે ખાનગી તબીબનું પ્રમાણપત્ર ચાલશે નહીં. હાલ એરીયા મેડીકલ બોર્ડમાં સુપરીન્ટેન્ડન્ટ કક્ષાના એક અધિકારીના અભિપ્રાયના આધારે પરમીટ અપાતી હતી તેના બદલે નવા એરીયા મેડીકલ બોર્ડના આધારે નવી પરમીટ મળશે કે રીન્યુ કરાશે.

મુંબઈ વિદેશી દારૂ નિયમો, ૧૯૫૩ના નિયમ-૬૫ હેઠળ એરીયા મેડિકલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે. હાલ રાજ્યમાં કુલ-૨૬ એરીયા મેડિકલ બોર્ડ કાર્યરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત એમ કુલ ૬ એરીયા મેડિકલ બોર્ડની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એરીયા મેડિકલ બોર્ડમાં ૧- રીજનલ ડેપ્યુટી ડિરેક્ટર, ૨-મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને ૩-મેડિકલ કોલેજના પૂર્ણકાલિન એચ.ઓ.ડી.ઓફ મેડીસીનનો સમાવેશ કરવામાં આવશે.

મુંબઈ વિદેશી દારૂ નિયમો, ૧૯૫૩ના નિયમ-૬૬ હેઠળ રાજ્ય મેડિકલ બોર્ડની રચના કરવાની જોગવાઈ છે. એરીયા મેડિકલ બોર્ડના નિર્ણય સામે અપીલ માટે રાજ્ય મેડિકલ બોર્ડમાં ૧-અધિક નિયામક (તબીબી સેવાઓ), આરોગ્ય અને તબીબી શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર, ૨-ડીન, મેડિકલ કોલેજ ગાંધીનગર, ૩-પ્રોફેસર અને એચ.ઓ.ડી.ઓફ મેડિસિન બી.જે મેડિકલ કોલેજ, અમદાવાદ અને ૪-નાયબ નિયામક (વહીવટી), નિયામક, નશાબંધી અને આબકારી કચેરી, ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવશે. આ બોર્ડ સમક્ષ અપીલ ફી રૂપિયા ૫૦૦૦ રાખવાની જોગવાઈ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.