Abtak Media Google News

‘આરામ હરામ હૈ’

એશિયા કપમાં આજે ભારત-પાક આમને-સામને

એશિયા કપમાં ગઈકાલે ભારત સામે હોંગકોંગની ટીમ ટકરાઈ હતી. જેમાં ભારત જીત મેળવવામાં તો પુરવાર સાહિત થયું હતું પરંતુ ખેલાડીઓનો પરસેવો છૂટી ગયો હતો. પાક. સામે આજે ભારતની હાઈવોલ્ટેજ મેચ જામશે ત્યારે પાકિસ્તાન સામે ટકરાતા પહેલા હોંગકોંગ ભારતને સખ્ત વોર્મઅપ કરાવ્યું હતું. જેમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ખુબજ નબળુ હોવાનું જણાવ્યું હતું.

હોંગકોંગની ટીમને મીની પાકિસ્તાન પણ કહેવામાં આવે છે કારણ કે ટીમના ૧૫ ખેલાડીઓમાંથી ૧૧ ખેલાડીઓ મુલ પાકિસ્તાનના છે. ઘણી વખત ખેલાડીઓને આરામ આપવામાં આવતો હોય છે પણ આરામ બાદ કમબેક કરતા ખેલાડીઓનું પ્રદર્શન ખુબજ નબળુ બની જાય છે તેવું જ ટીમ ઈન્ડિયામાં પણ દેખાયું હતું.

હોંગકોંગે ટોસ જીત્યા બાદ પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમને રોહિત શર્માના રૂપમાં પહેલો ઝટકો મળ્યો હતો. રોહિત ૨૩ રન બનાવી કેચ આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન અને અંબાતી રાયડુએ ભાગીદારી કરી હતી. જણાવી દઈએ કે સૌથી વધુ રન શિખર ધવને બનાવ્યા હતા પરંતુ ધવન આઉટ થયા બાદ ટીમ નબળી પડી ગઈ હતી. છતાં હોંશે-હોંશે ભારત ૨૩ રનથી જીત્યું હતું.

પરંતુ બોલરોનું પ્રદર્શન ખુબજ નબળુ રહ્યું હતું. છતાં ભારતે બેક ટુ બેક મેચ રમવાનો નિર્ણય લીધો છે. ત્યારે આજે ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનાર મેચ ઉપર સૌ કોઈની નજર રહેશે.

અત્યાર સુધીમાં ભારત-પાક વચ્ચે કુલ ૧૨૯ મેચો રમાઈ છે. જેમાંથી ૭૩ મેચો પાકિસ્તાને જીતી છે તો ભારતે ૫૨ મેચો જીતી છે અને ૪ મેચોનું કોઈ પણ પરિણામ આવ્યું ન હતું. છેલ્લા ૫ વર્ષમાં પાકિસ્તાન સામે ભારતે પાંચ જ મેચ રમી છે. ગઈકાલની હોંગકોંગ સામેની મેચમાં સ્પષ્ટ દર્શાયું હતું કે, બોલરોએ પુરતી પ્રેકટીસ કરી નથી જો કે ગઈકાલે યોજાયેલ મેચમાં ભારતનું સખત વોર્મઅપ થયું છે. જેની અસર આજની પાક સામેની મેચ ઉપર થશે કે કેમ તો આવનારો સમય જ દર્શાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.